પં.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારાJune 10, 2019

 કેન્દ્ર સરકારે મમતા સરકારને એડવાઇઝરી જાહેર કરી
 આજે બંગાળ બંધનું એલાન: હિંસાની દહેશત
નવી દિલ્હી તા.10 આજે બ્લેક-ડે: 12મીએ રાજ્યભરમાં વિરોધ-રેલી
પશ્ર્ચિમ બંગાળમાં બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની રાજકીય જંગે હવે હિંસક રૂપ ધારણ કર્યું છે. શનિવારે ઉત્તર 24 પરગના જિલ્લાના એક વિસ્તારમાં કાર્યકર્તાઓની હત્યા બાદ બીજેપીએ સોમવારે બસિરહાટમાં 12 કલાક બંધનો એલાન કર્યો છે. ઉપરાંત બીજેપી 10મી જૂનના દિવસને સંપૂર્ણ રાજ્યમાં બ્લેક ડે તરીકે મનાવી વિરોધ પ્રદર્શન કરશે. જ્યારે 12મી જૂને વિરોધ રેલી પણ કાઢવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ બસિરહાટના વિસ્તારમાં ઝંડા હટાવવા મામલે ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે જબરદસ્ત ઝડપ થતા 8 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જેમાં 5 કાર્યકર્તા બીજેપી અને 3 ટીએમસીના હોવાના માનવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ રવિવારે બીજેપીએ પશ્ચિમ બંગાળમાં માર્યા ગયા કાર્યકર્તાઓની શોક યાત્રા કાઢી હતી પરંતુ પોલીસે તેને રોકી લીધી હતી.  આ શોક યાત્રામાં સાંસદ અને પ્રદેશ બીજેપી ચીફ દિલીપ ઘોષ, હુગલી એમપી લોકેટ ચેટર્જી, રાહુલ સિંહા અને અન્ય નેતાઓ સામેલ થયા હતા. બીજેપી નેતા કાર્યકર્તાઓના મૃતદેહને કોલકાતા સ્થિત પાર્ટીના મુખ્ય મથકે લઈ જવા માંગતા હતા. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે મૃતદેહ સાથે તેમને કોલકતામાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. કારણ કે આનાથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
જોકે જેમ-તેમ કરીને શોક યાત્રા મલંચા રોડને પાર પહોંચી પરંતુ મિનાખામાં તૈનાત પોલીસ અધિકારીઓએ તેમને ફરી રોકી લીધા હતા. જોકે ત્યાર બાદ ધણી માથાપચ્ચી થયા બાદ બીજેપી નેતા બે કાર્યકર્તાઓના મૃતદેહ બસિરહાટના વિસ્તાર લઈ જવા માટે માની ગયા અને ત્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બીજેપીએ પોલીસના રોલને લઈ કોર્ટ જવાની તૈયારી કરી છે જ્યારે અન્ય કાર્યકર્તાઓના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણી પૂરી થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા બંધ થઈ નથી રહી. અહીં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંઘર્ષ દિવસે દિવસે વધી રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં ઝંડો હટાવવાના મુદ્દે ભાજપ અને તૃણમૂલ કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અંગત ગોળીબારમાં ભાજપના 5 અને તૃણમૂલના એક કાર્યકરના મોત નીપજ્યાં હતાં. હિંસાની આ ઘટના અંગે કેન્દ્ર સરકારે રવિવારે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટનાઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા ગૃહ

મંત્રાલયે મમતા સરકારને એડવાઈઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સતત હિંસાની ઘટનાઓ રાજ્ય સરકારનિ નિષ્ફળતા દર્શાવે છે. આ સંજોગોમાં પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંભાવના ઔર વધી છે.
આ પહેલા પણ ભાજપ અને તૃણમૂલ વચ્ચે હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે સંદેશખલીની હિંસા અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રવિવારે સાંજે એડવાઈઝરીમાં ગૃહમંત્રાલયે કહ્યું છે, છેલ્લા કેલાક સપ્તાહથી સતત હિંસા ચાલુ રહેતી જોવા મળી રહી છે, જે રાજ્યની કાયદાની વર્તમાન મશીનરી કાયદાનું રાજ કાયમ રાખવા અને લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે. કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા મામલે કેન્દ્ર સરકાર પશ્ર્ચિમ બંગાળની મમતા સરકારને સસ્પેન્ડ કરે તેવી શકયતાએ જોર પકડયું છે.
બશીરહાટ સંસદીય ક્ષેત્ર હેઠળ આવનારા સંદેશખલી વિસ્તારમાં રવિવારે પણ તણાવનું વાતાવરણ છે. તે જોતા અહીં વ્યાપક સંખ્યામાં પોલીસ બળ ગોઠવી દેવાયું છે. આ દરમિયાન હિંસા અંગે ભાજપ અને તૃણમૂલ એક-બીજા પર આરોપ મૂકી રહ્યા છે. ભાજપ નેતાઓએ તેમના પાંચ કાર્યકરો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.
જ્યારે તૃણમૂલે તેમના છ લોકો ગુમ હોવાની વાત કહી છે. ભાજપ નેતા મુકુલ રોયે આરોપ મૂક્યો કે મમતા બેનરજી તેમના ભાષણો અને બઠકો મારફત રાજ્યમાં રાજકીય સંઘર્ષને ઉશ્કેરી રહ્યાં છે. બીજીબાજુ, તૃણમૂલે આરોપ મૂક્યો કે ભાજપ પશ્ચિમ બંગાળમાં કાયોદ-વ્યવસ્થાની સ્થિતિ બગાડી રહ્યો છે.
બશીરહાટના સંદેશખલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયેલી અથડામણમાં માર્યા ગયેલા કાર્યકરોના વિરોધમાં ભાજપે સોમવારે બશીરહાટમાં 12 ક્લાક બંધની જાહેરાત કરી છે અને તેણે સોમવારને કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે.
દરમિયાન આ હિંસા પછી હવે તેમના અંતિમ સંસ્કાર અંગે પણ વાતાવરણ તંગદીલીભર્યું થઈ ગયું છે. ભાજપ કાર્યકરોને અંતિમ સંસ્કાર અંગે રાજ્ય પોલીસ અને ભાજપ નેતાઓ વચ્ચે સંઘર્ષ સામે આવ્યો છે. ભાજપ કાર્યકરોના શબને પક્ષના કાર્યાલયમાં લઈ જવા માગે છે. પોલીસે તેમને તેમ કરતા અટકાવ્યા હતા.