ઇંગ્લેન્ડમાં ચૂંટણીની તૈયારી: : PMનું રાજીનામુંJune 08, 2019

લંડન તા. 8
બ્રિટનના પીએમ પદેથી થેરેસા મેએ રાજીનામું આપતા બ્રિટનમાં પીએમ પદના ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. થેરેસા પીએમ પદે રહીને બ્રેક્જિટને તેના મુકામ સુધી પહોંચાડવામાં સફળ ન રહ્યા. જેથી તેમણે પીએમ પદેથી રાજીનામું આપ્યુ..
થેરેસા મેને બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રેક્સિટની જેમા સામે આવેલા રાજકીય સંકટનો સામનો કરવો પડ્યો. એટલે તેમણે પીએમ પદ ગુમાવવાનો વારો આવ્યો.
બ્રિટનમાં પીએમ પદની રેસમાં બ્રેક્સિટના સમર્થક ક્ધજર્વેટિવ નેતા બોરિસ જોનસન છે. થેરેસા મેએ જ્યારે પોતાના રાજીનામાની જાહેરાત કરી ત્યારે તેઓ ભાવુક પણ થયા હતા. તેમણે પોતાના રાજીનામાની જાહેરાત બાદ સરકારની ઉપલ્બધિઓ પણ ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દેશના વિકાસ માટે અનેક કામ કરવામાં આવ્યા. અને દેશ હિત માટે હમેશા સરકાર તત્પર રહી છે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, બ્રેક્સિટમાં સફળતા ન મળવાના કારણે અમે દુખી છીએ. મહત્વપૂર્ણ છે કે, તેમણે બ્રેક્સિટ માટે સમર્થન એકત્ર કરવા તમામ કોશિશ કરી હતી. પરંતુ તેમા થેરેસા અસફળ રહ્યા.