લોહીના એક બુંદથી સુખના સમંદર સુધીની સફર June 08, 2019

  • લોહીના એક બુંદથી સુખના સમંદર સુધીની સફર
  • લોહીના એક બુંદથી સુખના સમંદર સુધીની સફર
  • લોહીના એક બુંદથી સુખના સમંદર સુધીની સફર

લોકો રકતદાન કરીને બીજાનું જીવન બચાવવામાં
પોતાનો ફાળો આપે છે ત્યારે પોતાને એક સદ્કાર્ય કર્યાનો સંતોષ મળે છે ત્યારે સામાપક્ષે કોઇનું જીવન બચે છે  કેટલાક લોકો નિયમિત રીતે રકતદાન કરે છે, તો કેટલાક એવા લોકો પણ છે જે ગેરમાન્યતાના કારણે રકતદાન કરવાથી દૂર રહે છે યારે આપણું કોઇ સ્વજન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોય અને કોઇ ખાસ પ્રકારના લોહીની જરૂર અને કોઇ વ્યક્તિ પોતાનું લોહી આપણા સ્વજન માટે દાન કરે ત્યારે તે વ્યક્તિ આપણને ફરિશ્તા જેવો લાગે છે. રકતદાન વિશે આપણા દેશમાં જાગૃતિની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા 14 જૂનને વિશ્ર્વભરમાં વર્લ્ડ બ્લડ ડોનર-ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે કેટલાક એવા લોકો છે તે નિયમિત રીતે રકતદાન કરે છે, તો કેટલાક એવા લોકો પણ છે જે ગેરમાન્યતાના કારણે રકતદાન કરવાથી દૂર રહે છે. ચોક્કસ પ્રકારના બ્લડ ગ્રુપ માટે ચોક્કસ પ્રકારના લોહીની જરૂર હોય છે. લોકો રકતદાન કરીને બીજાનું જીવન બચાવવામાં પોતાનો ફાળો આપે છે ત્યારે પોતાને એક સદ્કાર્ય કર્યાનો સંતોષ મળે છે ત્યારે સામાપક્ષે કોઇનું જીવન બચે છે, કોઇના પરિવારનો આધાર સચવાઈ રહે છે. રકતદાનની જરૂરિયાત અને મહત્ત્વ એ જ વ્યક્તિ સારી રીતે સમજી શકે જેણે પોતાના સ્વજન માટે લોહીની જરૂરિયાત અનુભવી હોય. ઓસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના કાર્લ લેન્ડસ્ટેઈનરે  1901ની સાલમાં શોધ્યું કે દરેક વ્યક્તિનું લોહી એક સરખું નથી હોતું. પરંતુ તેના વિવિધ પ્રકાર હોય છે.  હાલમાં જે પધ્ધતિ પ્રચલીત છે તે એ, બી, એબી અને ઓ એમ ચાર પ્રકારના પોઝિટિવ અને નેગેટીવ આરએચ ફેક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે તેમ સાબિત કર્યું. જેને એબીઓ સીસ્ટમ કહે છે. આ સીસ્ટમના આધારે મેચીંગ બ્લડ ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાથી તેમાં 99.9 ટકા જેટલી સફળતા મળતી હોવાનું કહેવાય છે. આ માટે કાર્લ લેન્ડસ્ટેઈનરને નોબલ પ્રાઈઝ પણ મળ્યું છે. રકતદાન કરી કોઇના જીવનમાં લાવીએ ઉજાસ 1રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે અને કોઈકને નવું જીવન આપી શકાય છે.
2રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.
3રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટઅટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે.
4નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી 650 કેલરી બર્ન થાય છે.
5જયારે રક્તદાન કરવામાં આવે છે એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને 48 કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રકતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે.
6રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેના શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ચેક થાય છે, તેમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે.
7રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે. કયા પ્રકારના ગ્રુપ સાથે
કયું બ્લડગ્રુપ મેચ થાય
Aગ્રુપ ધરાવનારી વ્યક્તિ એ ગ્રુપ તેમજ એબી ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને બી તેમજ ઓ ગ્રુપનું બ્લડ આપી શકાય.
B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ બી અને એબી ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને બી તેમજ ઓ ગ્રુપનું બ્લડ આપી શકાય.
AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી, એબી ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને એ, બી, એબી અને ઓ એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય. આ વ્યક્તિ દરેક પ્રકારના લોહી લઇ શકે તેમ હોવાથી તેને યુનિવર્સલ રીસીવર બ્લડ ગ્રુપ કહેવાય છે.
O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ એ, બી, એબી અને ઓ એમ દરેક પ્રકારના બ્લડ ગ્રુપ સાથે મેચ થાય છે. પરંતુ જયારે તેમને લોહીની જરૂર પડે ત્યારે માત્ર ઓ ગ્રુપ જ મેચ થાય છે. આ ગ્રુપનું લોહી પણ કોઇપણ બ્લડ ગ્રુપ ધરાવનારાને આપી શકાતું હોવાથી તેને યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપ કહેવાય છે.