યે દિન બચપન કે કચડાતું.. મુરઝાતું... માસૂમ બચપનJune 08, 2019

આમ મુરઝાય છે ફૂલ જેવું બાળપણ
સંયુકત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા દ્વારા 12 જૂનને વિશ્ર્વ બાળ મજૂરી વિરોધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન મુજબ વિશ્ર્વમાં 215 મિલિયન થી પણ વધુ બાળકો બાળ મજૂરીના શિકાર બનેલ છે જેમાંના 158 મિલિયન બાળકોની ઉંમર 5 થી 14 વર્ષની છે. આમાં એવા બાળકો પણ છે જેને ગેરકાનૂની રૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે અને ત્યારબાદ તેને એવા કામોમાં જોતરવામાં આવે છે કે તેની જિંદગી નર્ક બની જાય છે. ચા - પાનની દુકાનો સિવાય પણ કારખાનામાં તેમજ અમુક સમયે જોખમી કામમાં પણ બાળકો પાસે કામ કરાવાય છે. 1.2 મિલિયન થી વધુ બાળકોને ઉપાડી જવામાં આવ્યાં છે આવા બનાવ આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયમાં વધુ થાય છે. રેક વ્યક્તિના જીવનમાં બાળપણની યાદો બહુ મહત્ત્વની હોય છે. વૃધ્ધ આંખો પણ બાળપણની યાદોથી ચમકી ઉઠે છે. બચપનની બેફિકરી જિંદગી માતા - પિતાનો સ્નેહ, દાદા - દાદીના લાડ પ્યાર, દોસ્તો સાથેની મોજ - મસ્તી જીવન પર્યંત સુખદ સંભારણુ હોય છે પરંતુ દરેકના નસીબમાં આવી સુખદ યાદો નથી હોતી. ઘણાંની બચપનની યાદો કોઇ દુ:સ્વપ્ન સમાન હોય છે. ગરીબી, પેટમાં ભૂખની આગ, માતા - પિતાનું છિનવાઇ ગયેલ છત્ર, ભાઇ - બહેનની જવાબદારી વગેરે વચ્ચે અનેક બચપન આપણી નજર સામે મુરઝાઇ જતા હોય છે. કોઇ ચાની લારી પર, કોઇ હોટેલમાં કે ગેરેજમાં અથવા ચાર રસ્તા પર ફૂલો વેચતું કે ફુગ્ગા વેચતું કે પછી ભીખ માંગીને ગુજરાન કરતું પિસાતું બચપન પણ આપણે જોઇએ છીએ છતાં કઠોર મૂક દર્શક બની રહીએ છીએ.
1986માં બાળમજૂરી એકટ હેઠળ 14 વર્ષથી નીચેની ઉંમર બાળકોને કારખાના, જોખમી જગ્યા પર કામ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ કાયદાના ભંગ હેઠળ એક મહિનાની સજા અને દસ હજાર રૂપિયા દંડની જોગવાઇ છે પરંતુ ભારતમાં જેમ દરેક કાયદો તોડવા માટે હોય તે રીતે ઠેર - ઠેર કામ કરતા બાળકો જોવા મળે છે અને જે દંડ હોય છે તે ભરીને જવાબદાર વ્યક્તિ મુક્ત થઇ જાય છે. સરકાર અને સમાજ બંને સાથે મળીને કોઇ ઠોસ પરિણામ મેળવી શકે પરંતુ આ માટે સરકાર દ્વારા કાયદાનું કડકાઇથી પાલન તેમજ દરેક નાગરિકે પણ પોતાની આસપાસ બાળ મજૂરી ન થાય તે ધ્યાન રાખવું જોઇએ. ઘણી વાર બાળકોને કીડનેપ કરીને પૈસાની લાલચ માટે બાળ મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે ઘણીવાર બાળકોનું યૌન શોષણ પણ થાય છે. આવા ફૂલ જેવા બાળકોને દોઝખની દુનિયામાંથી બહાર લાવવાની સરકાર, નાગરિક, સમાજસેવી સંસ્થા, પોલીસ દરેકની સહિયારી જવાબદારી છે. ગરીબ મા - બાપ કયારેક મજબૂરીથી તો કયારેક લાલચના કારણે બાળકને બીજાના હાથમાં સોંપી દે છે તેથી બાળકોના માતા- પિતાને પણ સમજાવવા જરૂરી છે  બાળપણને કચડાતું રોકો
 બાળ મજૂરીના કાયદાની વાતો અને બાળમજુરીનો વિરોધ આપણે કરીએ છીએ પરંતુ બાળ મજૂરી અટકી છે ખરી?
 બાળ મજૂરી અટકાવવા દરેક નાગરિકે જાગૃત બનવું પડશે. સ્વાર્થવૃત્તિ છોડીને કંઇક નકકર પગલાં લેવા જરૂરી છે
 કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ જયાં પણ શંકા જેવું લાગે ત્યાં નાગરિકે ડર્યા વગર પોલીસને જાણ કરવી જરૂરી છે
 ગરીબ મા - બાપ કયારેક મજબૂરીથી તો કયારેક લાલચના કારણે બાળકને બીજાના હાથમાં સોંપી દે છે તેથી બાળકોના માતા - પિતાને પણ સમજાવવા જરૂરી છે અને જો જરૂરત જણાય તો બાળકને સંસ્થામાં પણ મૂકી શકાય.
 સામાજિક સંસ્થાઓ પણ આ બાબતમાં મદદરૂપ થઇ શકે
 ઘણી વખત સંસ્થાઓ અને નાગરિકો પોલીસની મદદ લઇને પણ બાળ મજૂરી રોકી શકાય છે
 ફકત બાળ મજૂરી રોકવા માટે બાળ મજૂરોને છોડાવવાથી જ કામ પુરુ થઇ જતું નથી એ બાળકની ભણવાની તેમજ આગળની વ્યવસ્થા કરવી જરૂરી છે. બાળ મજૂરીના કારણે....
 બાળકોનું શોષણ થાય છે
 ગજા ઉપરાંતનું કામ કરાવાય છે
 કામ વધુ અને પૈસા ઓછા અપાય છે
 ઘણી વખત બાળકોનું યૌન શોષણ પણ થાય છે
 મજૂરીનું કારણ આગળ ધરીને બાળકોને
ભીખ માંગવામાં પણ જોતરી દેવામાં આવે છે.
 ભણવાથી વંચિત રહી જાય છે જેના કારણે
તેનું ભાવિ ધુંધળુ થાય છે.