સચિનની દાઢી બનાવનારી બાર્બર ગર્લ્સ બની ‘સ્ટાર’June 08, 2019

  • સચિનની દાઢી બનાવનારી બાર્બર ગર્લ્સ બની ‘સ્ટાર’
  • સચિનની દાઢી બનાવનારી બાર્બર ગર્લ્સ બની ‘સ્ટાર’
  • સચિનની દાઢી બનાવનારી બાર્બર ગર્લ્સ બની ‘સ્ટાર’

ગોરખપુર: ભારતના એક નાનકડા ગામ બનવારી ટોલાની બે યુવતીઓ નેહા અને જ્યોતિએ ભાગ્યને પડકાર આપ્યો અને બધું જ મેળવી લીધું. પરંતુ અસ્તિત્વની આ લડાઈમાં તેમને ખ્યાલ નહોતો કે તેમના કાર્યોની સમાજ પર દૂરગામી અને ઊંડો પ્રભાવ પડશે. મળો ભારતની બાર્બર શોપ ગર્લ્સ અને તેમના બનવારી ટોલા ગામથી, જ્યાં તે સમાજમાં વ્યાપ્ત લિંગભેદથી રુઢિઓને તોડીને પોતાની પેઢીના પુરુષોને પ્રેરિત કરી રહી છે- તેમની હજામત કરીને.
ઉપરોક્ત ઈન્ટ્રોડક્શનવાળો એક વીડિયો યુટ્યુબ પર છવાઈ ગયો છે. શેવિંગસ્ટીરિયોટાઈપ હેશટેગથી તે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુટયુબ પર એક મહિનામાંજ તેને 1 કરોડ 64 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોરખપુર (ઉત્તર પ્રદેશ)ના બનવારી ટોલા ગામની નેહા અને જ્યોતિ નારાયણ નામની બે કિશોરીઓ જાન્યુઆરી, 2019માં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેમની સંઘર્ષ ગાથા એક અખબારમાં પ્રકાશિત થઈ હતી.
નેહાએ જણાવ્યું હતું કે, અમારી દુકાન સુધી હવે દૂરદૂરથી લોકો પહોંચી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, વેઈટિંગ લિસ્ટ બનાવવું પડે છે. ગામમાં ક્યારેક લાકડાના પાટિયાથી બનેલી દુકાન આજે આધુનિકતમ સલૂનનું રૂપ લઈ ચુકી છે. જિલેટ ઉપરાંત પ્રશાસને પણ સહયોગ કર્યો અને સિડબીએ પણ આર્થિક સહાયતા કરી છે. ભારત રત્ન સચિન તેંદુલકરની હજામત કરતો મોટો ફોટો નેહા-જ્યોતિ બાર્બરશોપમાં લગાવવામાં આ છે, જે લોકોને અચરજ પમાડે છે.