બેસણામાં આવનારા લોકોને છોડ આપી ઉછેરવાનો લેવાયો કોલJune 08, 2019

 સુરેન્દ્રનગરને હરિયાળુ બનાવવાના મૃતકનાં સંકલ્પને પુરો કરવા પરિવારજનોનો પ્રયાસ
વઢવાણ, તા. 8
સુરેન્દ્રનગરના જાણીતા લેખીકા કુસુમબેન દવેનુ અવસાન થતા તેમના પરિવારે નવી પહેલ કરી બેસણામા આવનાર દરેકના એક છોડ આપી ઉછેરવા અપીલ હતી. સુરેન્દ્રનગર જીલ્લામાં વૃક્ષોની ઘર છે ચિન્તાનો વિષય છે આથી સેવા ભાવીઓ ચોમાસામા વૃક્ષ ઉછેર માટે રોપા આપી ઉછેરવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં નિવૃત માહિતી નિયામક ભુપેન્દ્રભાઈ દવેના પત્ની અને બાલવાર્તા થતી સમગ્ર ગુજરાતમાં પોતાનુ નામ ગુંજતુ કરનાર કુસુમબેન દવેનુ તા.4-6ના અવસાન થયુ હતું. તેઓ પોતે પર્યાવરણ પ્રેમી હતા. વૃક્ષોની ઘટતી ચિન્તા કરતા હતા અને શહેરને હરિયાળુ બનાવવા તેમની તેમની નેમ હતી.
આથી આજે તેમનુ બેસણુ હતુ તેમા અનેક લોકો પરિવાર દુ:ખની ઘડીએ સાત્વના આપવા માટે આવ્યા હતા શહેરને ઘટાટોપ લીલુછમ હરિયાણુ વૃક્ષાદિન બનાવવા કુસુમબેનની અંતિમ ઈચ્છાને માન આપી પરિવારજનોએ તમામ લોકોને એક વૃક્ષ આપી તેને વટવૃક્ષ બનાવવા માટે પ્રાર્થના કરાઈ હતી.