શેરબજારમાં કમજોરી, સેન્સેક્સ 541 અને નિફ્ટી 186 અંક ડાઉનJune 06, 2019

રાજકોટ,તા.6
આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં મજબૂતી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 40,000નો આંકડો ક્રોસ કરવામાં સફળ
રહ્યો હતો. આજે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 52.89 પોઇન્ટ વધીને 40,136.43 ની સપાટીએ ટ્રેડ થયો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.15 પોઈન્ટ વધીને 12,039.80ની સપાટીએ ટ્રેડ થઇ હતી.
ગુરુવારે પ્રારંભિક વ્યવસાયમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇઓસી, એશિયન પેન્ટ્સ, ડો. રેડિઝ લેબ્સ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, કોલ ઇન્ડિયા, આઇશર મોટર્સ, એચડીએફસી બેંક, એનટીપીસી, બીપીસીએલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ, સિપ્લા, બજાજ ફિનસર્વ અને આઈટીસીમાં મજબૂતાઈ સાથે વ્યવસાય નોંધાયેલ હતા. બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ગેઇલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેંક, ઇન્ડસાઇન્ડ બેન્ક, એસબીઆઇ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રિસિમ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઇ બેંક, રિલાયન્સ અને વિપ્રોમાં નબળાઈ સાથે વ્યવસાય થયો હતો.
ક્રેડિટ પોલિસીની જાહેરાત થતા પૂર્વ રૂપિયામાં નબળાઈ નોંધાઇ હતી. ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 14 પૈસાના ઘટાડા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.40 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.26 પર બંધ રહ્યો હતો.
બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 541 પોઈન્ટ એટલેકે 1.35 ટકાની નીચેમાં 39,541ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો નિફ્ટીના 50 શેરોનો પ્રમુખ ઈન્ડેક્સ 186 પોઈન્ટ એટલેકે 1.55 ટકા નીચેમાં 11,835ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.