સંગતJune 06, 2019

એક દિવસ એક ભમરાને ગંદકીમાં રહેતો એક કીડો મળ્યો. ધીમે ધીમે તેને તેની સાથે દોસ્તી થઇ. એક દિવસ પેલા કીડાએ ભમરાને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું તો ભમરાને કીડાની જેમ જ ગોબર અને ગંદકીનું ભોજન કરવું પડયું. ભમરો વિચારમાં પડયો કે જેવી સંગત તેવું તમારે ભોગવવું પડે છે. બીજી વખત ભમરાએ પેલા કીડાને પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. કીડો ગુલાબના ફૂલ પર રસ ચુસવા માટે ગયો ત્યાં એક પૂજારી આવ્યો અને તેણે એ ફૂલ ચૂંટી લીધું અને કીડા સહિત આ ફૂલ તેણે ઠાકોરજીના ચરણોમાં ચડાવ્યું. કીડાને ઠાકોરજીના દર્શન થયા. સંધ્યા આરતીના દર્શન થવા આખો દિવસ ઠાકોરજીના ચરણોમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને સાંજે પૂજારીએ બધા ફૂલોને ભેગા કર્યા અને ગંગાજીમાં પધરાવી દીધા. કીડાને તો આશ્ર્ચર્ય અને આનંદ થયું. એટલામાં પેલો ભમરો ઉડતો ઉડતો આવ્યો મિત્રને બોલાવ્યો પેલા કીડાએ કહ્યું કે દોસ્ત ! મને તો જનમ જનમના પાપોમાંથી મુક્તિ મળી ગઇ મારો જન્મ સફળ થઇ ગયો. આ બધું સારી સંગતનું પરિણામ છે.