શેરની લે-વેંચની જેમ હવે સોનાનું સ્પોટ એકસચેન્જJune 05, 2019

  • શેરની લે-વેંચની જેમ હવે સોનાનું સ્પોટ એકસચેન્જ

  • સરકાર બુલિયન બેન્કને મંજૂરી આપે તેવી શકયતા: દેશભરમાં દબાયેલું 60 હજાર ટન સોનું બહાર કાઢવા સરકારનો પ્રયાસ
રાજકોટ તા.5
કેન્દ્ર સરકારના આગામી અંદાજપત્રમાં જે નવી ગોલ્ડ પોલિસીની જાહેરાત થાય તેવી શક્યતા છે તેમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં મહત્ત્વની રાહત આપી લોકોના ઘરોમાં સંગ્રહાયેલું રહેલું સોનું અર્થતંત્રમાં આવે તેવા સુધારા જાહેર થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં એક કિલોગ્રામ સુધીનું સોનું જમા કરાવનારને તે ક્યાંથી આવ્યું, કેવી રીતે ખરીદ્યું જેવા કોઈ જ સવાલો કે પુરાવાની પૂછપરછ નહીં થાય. આ માટે સરકારે 30 વર્ષ પહેલા આવકવેરા વિભાગે કરેલા પરિપત્રમાંથી પ્રેરણા લીધી છે. આ પરિપત્ર મુજબ, આવકવેરાના દરોડા દરમિયાન જો પરિવારમાંથી એક કિલો સોનું મળે તો તે જપ્ત ન કરવાનો નિયમ લાગુ કરેલો.એક અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં, જ્વેલર્સ પાસે, બુલિયન ડિલરો પાસે અને રિઝર્વ બેન્ક મળી 60 હજાર ટન સોનું સંગ્રહાયેલું છે. આ સોનું બહાર કાઢવા માટે સરકાર પ્રયાસ કરી છે. સોનાનું ટ્રેડિંગ થાય તો આયાત ઓછી થઈ શકે તેવી ગણતરી છે. ગોલ્ડ પોલિસી અંતર્ગત આખા દેશમાં સોનાનું એક જ ભાવ રહેશે. હોલમાર્કિંગ વગર એકેય દાગીના વેંચી શકાશે નહીં. અન્યથા મોટી રકમના દંડની જોગવાઈ આવી રહી છે.
નવી ગોલ્ડ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર બુલિયન બેન્ક અને સ્પોટ એક્સચેન્જ સ્થાપે તેવી શક્યતા છે. ખાસ કરીને બુલિયન બેન્કનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. જે રીતે બેન્કોમાં રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે તે રીતે બુલિયન બેન્કમાં સોનાના વ્યવહાર થશે. કોઈપણ વ્યક્તિ બુલિયન બેન્કમાં રિકરિંગ ખાતુ ખોલાવીને સોનું જમા કરાવી શકશે. જેટલું સોનું જમા કરાવ્યું હશે તેટલી રકમ તેની પાસબુકમાં દર્શાવાશે. ધારો કે કોઈ વ્યક્તિએ એક લાખની કિંમતનું સોનું જમા કરાવ્યું તો બેન્ક તેને એટલી રકમ પાસબુકમાં દર્શાવશે. જેટલી મુદત માટે સોનું મૂક્યું હોય તેની મુદત પાકે ત્યારે બેન્ક તેને સોનું પરત આપશે. સ્પોટ એક્સચેન્જમાં કોઈ પણ લે-વેચ કરી શકશે કેન્દ્ર સરકાર સોનાને એસેટ ક્લાસમાં મૂકવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. તેના ભાગરૂપે સ્પોટ એક્સચેન્જ સ્થાપવા ઈચ્છી રહી છે. આ એક્સ્ચેન્જમાં માત્ર સોનાનું ટ્રેડિંગ થશે. જે રીતે શેરોની લે-વેચ થાય તે પ્રકારે સોનાની લે-વેચ કોઈપણ વ્યક્તિ આ એક્સ્ચેન્જમાં કરી શકશે. ધારો કે કોઈ વેપારીને સોનું ખરીદ કરવું છે તો તેણે બેન્કમાં પૈસા ભરીને પછી બેન્કને સોના માટે ચેક આપવો પડે છે. પરંતુ એક્સ્ચેન્જમાં જેટલું સોનું ખરીદ કર્યું હશે તેટલું સોનું પરત ચુકવી શકાશે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ શું છે ? ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ 2015થી છે. જેનો મુખ્ય ઉદ્દેશ સોનાની આયાત ઘટાડવાનો છે. દેશમાં 30 અબજ ડોલર કરતાં વધુ સોનાની આયાત થાય છે. દેશમાં ઘર અને ર્ધામિક સ્થળોનું મળી આશરે 800 અબજ કરતાં વધુ રકમનું સોનું પડયું છે. જેનો ક્યાંય ઉપયોગ થતો નથી. આ યોજના નીચે આ સોનું એક્ઠું કરી દાગીના બનાવતી કંપનીઓને ઉપલબ્ધ કરાવાશે અને દેશના વિકાસમાં ઉપયોગમાં લેવાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 30 ગ્રામ સોનું જમા કરાવી શકાય છે. જેના પર સરકાર અઢી ટકા વ્યાજ આપે છે. આ યોજના નીચે એક વ્યક્તિ એક વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ સોનંન ખરીદી શકે છે.