ટીવી લ્યો, કિંમત ફક્ત 60 લાખ રૂપિયાJune 05, 2019

  • ટીવી લ્યો,  કિંમત ફક્ત 60  લાખ રૂપિયા

નવી દિલ્હી: સેમસંગ ભારતમાં પોતાનું ટીવી લાઇનઅપ અપડેટ કરી રહી છે. કંપનીએ અત્યારસુધીમાં ઘણા ટીવી લોંચ કર્યા છે જેમાં 8કે રિઝોલ્યૂશન સાથે ચકઊઉ ટીવી પણ શામેલ છે. આ નવું 8કે ક્યૂએલઈડી ટીવી 65-ઇંચ, 75-ઇંચ, 82-ઇંચ, 98-ઇંચના સ્ક્રીન સાઈઝ ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. ભારતીય બજાર માટે અનેક કંપનીએ દ્વારા ક્યુએલડી રેન્જમાં ઘણી ટીવીની જાહેરાત કરવામાં આવી છે. આ 8કે ટીવીમાં એઆઈ અપસ્કેલિંગ ટેક્નોલોજી, બીક્સબોય વોઇસ કમાન્ડ અને વન કનેક્ટ બોક્સ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. સેમસંગ 8કે ક્યુએલડી ટીવી 75 ઇંચની સ્ક્રીન માટે 10,99,900 રૂપિયા, 82 ઇંચની સ્ક્રીન માટે 16,99,900 રૂપિયા અને 98 ઇંચ મોડેલ માટે 59,99,900 રૂપિયાની કિંમત રાખી છે. તો 65 ઇંચની સ્ક્રીન મોડેલની કિંમત ટૂંક સમયમાં જાહેર કરાશે. કંપનીનું કહેવું છે કે, આ મોડેલ આગામી મહિને (જુલાઈ)માં બજારમાં ઉપલબ્ધ થશે. બાકીના મોડેલ્સ વિશે વાત કરતાં, કંપનીની 2019 ક્યુએલડી ટીવી શ્રેણીમાં 65 ઈંચના ચ90 વેરિયન્ટ્સ રૂ.3,99,900માં ઉપલબ્ધ થશે. 55-ઇંચ અને 75-ઇંચની ચ80 વેરિઅન્ટની કિંમત અનુક્રમે 2,09,900 અને 6,49,900 રૂપિયા રાખવામાં આવી છે. 55-ઇંચ અને 65-ઇંચની ચ70 વેરિયન્ટ્સની અનુક્રમે રૂ. 1,69,900 અને રૂ. 2,79,900 કિંમત રાખી છે. આ ઉપરાંત ચ60 મોડેલ્સ માટે 43-ઇંચની સ્ક્રીનની કિંમત રૂ.94,900 અને 82 ઇંચની સ્ક્રીનની કિંમત રૂ. 7,49,900 છે.
સેમસંગના 8કે ચકઊઉ ટીવી અને નોન-8કે ક્યુએલઇડી ટીવી સેમસંગ સ્માર્ટપ્લાઝ, મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, સેમસંગના ઓફિસિઅલ ઑનલાઇન સ્ટોર અને બાકીના ઑનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી કરી શકાશે.
સેમસંગના નવા 8કે ક્યુએલઇડી ટીવીમાં કેટલાંક દમદાર સ્પેસિફિકેશન્સ આપ્યા છે. જેમાં 8કે એઆઇ આધારિત અપસ્કેલિંગ છે જે ક્ધટેન્ટને મોટી સ્ક્રીન પર કોઈપણ ખામી વિના દર્શાવી શકે છે. ટીવીમાં ક્વોલકોમ પ્રોસેસર 8કે ભારે સામગ્રીને સ્ક્રીનના કદ મુજબ સેટ કરતી વખતે મોટી સ્ક્રીન પર પણ સોફ્ટ સામગ્રી બતાવવા માટે આપવામાં આવ્યું છે. ટીવીમાં ક્વાન્ટમ એચડીઆર વીડિયો અને ચિત્રોમાં અનેક કલર્સ દર્શાવવા માટે આપવામાં આવ્યા છે.