ગેરકાયદે સ્કૂલોનું બાંધકામ કયારે તૂટશે?May 27, 2019

  • ગેરકાયદે સ્કૂલોનું બાંધકામ કયારે તૂટશે?

તંત્રની ‘હપ્તા’ સિસ્ટમથી રાજકોટમાં બાળકો ઉપર મોતનું જોખમ?  નામાંકિત સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ, પ્લાનમાં છેડછાડ, છતાંય સેનાપતિનું મૌન ટી.પી અધિકારી ગેરકાયદે ફાયબરરૂમના માંચડા કેમ દૂર નથી કરી શકતા બિલ્ડિંગ બનાવતા પહેલા શું છે ફાયરના નિયમો, તંત્રે રૂપિયા લઇ આડેધડ મંજૂરી આપી ?
 નિસરણથી માંડીને દરેક બિલ્ડીંગના પેસેજની પહોળાઇ જાડીસી ઘાટમાં નિર્ધારીત કરેલી છે.
 બિલ્ડીંગની બહાર નીકડવાના દરવાજો ઓછામાં ઓછા બે મિટર પહોળાઇ હોવા જરૂરી છે.
 બિલ્ડીંગના કોઇ પણ ભાગથી નિસરણી 25 મીટરથી વધુ દુરના હોવી જોઇએ
 આ ઉપરાંત વપરાવના આધારે સ્કુલો, રેસોટ, થીએટર, મોલ વગેરે માટે અન્ય નિયમો પણ લાગુ પડે છે.
 રાજકોટમાં સ્કુલોમાં ઇમજન્સીમાં બહાર નિકળવા એક જ દરવાજો હોય અને લોકો કોબા હોય છે તેવું સત્ય બહાર આવ્યું છે. રાજકોટ તા. 27
સુરતમાં અગ્નિકાંડની ઘટનામાં 23 બાળકો હોમાય ગયા સમગ્ર ગુજરાત હચમચી ગયું ગમગીની છવાઇ ગઇ છતાંય રાજકોટ મહાપાલિકાના પેટનુ પાણી પણ હલતું નથી માત્ર સરકારમાંથી આદેશ આપતા નોટીસો આપવાની કાર્યવાહી કરી સંતોષ માની લીધો છે. લાખો બાળકો ઉપર મોતનું જોખમ છે ઊભું છે છતાંય જાડી ચામડીનું તંત્ર તાબોટા પાડી રહ્યું છે. શહેરની નામાંકિત ર્સ્કુલોએ પોતાની મરજી મુજબનું ગેરકાયદેસર બાંધકામ ખડકી લીધું છે. સુરતમાં તક્ષશીલામાં આગ લાગી તેવા જ પ્રકારનું બાંધકામમ ઠેર-ઠેર સ્કુલોમાં નરી આંખે દેખાઇ રહ્યું છે. શહેરની સ્કુલોનાં બિલ્ડીંગમાં અગાસીનાં ભાગમાં ફાગરબક્ષી દિવાલ અને છત બનાવર્તી રૂમ બનાવી નખાયા છે. આવા જાવતા બોમ્બ જેવા ફાયબર રૂમમાં જરાક જ આગનું તલખનું લાગે એટલે ફક્ત આંખના પલકારે ફાયબર રૂમ બળીને ખાક થઇ જાય કેટલા બાળકોનો ભોગ લેવાં તે કલ્પનાથી ક્રુર હૃદય દ્રવી ઉર્ઠે છે. છતાંય મહાપાલિકાના અધિકારીઓએ માનવતા ને મૂઠી દીધી હોય તેમ માત્ર નોટીસનું નાટક કરી 16 લાખ પ્રજાને રીતસર મુર્ખ બનાવી રહ્યાં છે. વગદાર સામે તંત્ર ઘૂંટણીયે પડી ગયું છે. ગરીબોના ઝુંપડા હટાવી છાતી ભુલાવી ફરતાં અધિકારીઓ સામે રોષ આગની જેેમ લબકાટા મારી રહ્યો છે. રાજકીય ભલામણોના કારણે રાજકીય હાલત દયનિય બનતી જાય છે.‘રૂપિયા’ લઇ લીધાને કારણે ટી.વી શાખાનાં અધિકારીઓ હાલ તો મુંઝવાયા છે.
કારણ કે ‘માલ’ ઘરમાં ‘હજમ’ થઇ ગયો હોવાના કારણે સ્કુલોના ગેરકાયદે બાંધકામે હટાવા તેઓની હિંમત ચાલી રહી નથી. તેઓના કારણે શહેરનાં વિદ્યાર્થીઓ સતત મોત ટપકી રહ્યું છે. શહેરની મોટાભાગની સ્કુલો અને હોસ્પિટલમાં ફાયર સેફટી અભાવ છે તે ઉપરાંત અધિકારીઓની મીલીભગતના કારણે પ્લાનમાં છેડછાડ કરવામાં આવી છે. તંત્ર અને સેનાપતિને ખબર હોવાં છતાંય કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ફાયર પરમિશનના નિયમ શું છેે, તંત્ર અજાણ?
જો 25 મિટરની ઊંચા રેસિડેન્સિયલ મકાન માટે 15 મિટર કરતાં વધુ ઊંચાઇનું મકાન હોય અને મકાન મિસ્ડયુઝ થતું હોય તો તેમાં ફાયર સંબધિત પરવાનગી માટે ફાયર વિભાગનાં મકાનનાં પ્લાન રજુ કરવાના રહે છે, જો 15 મિટરથી ઓછી ઊંચાઇનું મકાન જો શૈક્ષણિક કે સંસ્થાકિય ઉપયોગમાં લેવાતું હોય તે બે માળથી વધુનું હોય અથવા 500 ચોરસ મિટરથી વધુના પ્લોટ પર બન્યું હોય અથવા 1000 ચોરસ મિટરથી વધુ બાંધકામ ધરાવતું હોય તો એવા મકાન માટે બાંધકામ વહેલાં અને પછી ફાયર સંબંધિત પરવાનગી લેવી જરૂરી છે બાંધકામ બાદ ફાયર ઓફિસર દ્વારા સ્થળ ચકાસણીમાં દુર્ધટના સમયે ફાયરબ્રિગેડના વાહનો આવી શકે તેમ છે કે નહીં તથા બિલ્ડર, એન્જિનિયર અને ફાયર ક્ધસલ્ટન્ટ પ્રમાણિક ફાયર સિસ્ટમ કામ કરે છે કે નહી તે ચકાસણી કરી મંજૂરી આપે છે. અગાસી પેક ન થાય - ઝઙઘ : ઇમ્પેકટ ભરી દીધી છે
જીડીસીઆરના નિયમ મુજબ અગાસી પેક ન કરી શકાય, જો વધારતી ઋજઈં મળતી હોય તો સ્ટ્રકચર ઇજનેટનું સ્ટેબિલીટી સર્ટીફીકેટ જોઇએ છતાંય આવી કોઇ કાર્યવાહી મોટાભાગની બિલ્ડીંગમાં થઇ નથી ટી.પી.ઓ અધિકારી સાગઠિયાએ જણાવ્યું હતું કે શાળાના પટના ગેરકાયદે માંચડાઓનું સ્કૂલ સંચાલકોએ ઇમ્પકેટ ભરી દીધી છે. ચાલાકી વાપરી ગેરકાયદેસર બિલ્ડીંગ કાર્યવાહી કરી લેતાં કાર્યવાહી થઇ નથી. ફાયરસેફટી વિકલ્પ નહીં ફરજિયાત છે
રાજય સરકાર દ્વારા નિર્માણ સંબંધિત નિયમો ઘડવામાં આવ્યાં છે જેનો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા તેને અમલ કરવાનો હોય છે. જીડીસીઆરની ધારા 266 ફાયરસેફટી સંબંધિત જાણકારી આપવામાં છે. શહેરમાં કોઇપણ બિલ્ડીંગમાં ફાયરસેફટી વિકીલ્પ નહી ફરજીયાત છે. બહુમાળી ઇમારતોમાં શું વ્યવસ્થા જરૂરી છે ?
બહુમાળી મકાનોમાં ફાયર વોટર ટેન્ક, જોગવાઇ હોય છે. ઇમજન્સીમાં ફાયરબ્રિગેડ વધાનું પાણી આ સિસ્ટમમાં પંપ કરી શકે તે માટે ગ્રાઉન્ડ ફલોર લેવ વ્યવસ્થા કરેલી હોવી જોઇએ ભૂતિયએ અને ધાબા પર બંને જગ્યાએ અલગ ફાગર વોટર ટેન્ક હોવી જોઇએ, પાણી ફાયર ટેન્કમાંથી ઓવરફલો થઇ બીજી ટાંકીમાં જાય છે. જે વપરાશમાં વયરાય તેની જોગવાઇ પણ થવી જોઇએ.