રાજકોટમાં ‘શબ-સ્ટેશન’ જેવા ‘સબ-સ્ટેશન’!May 27, 2019

સુરતનાં અગ્નિકાંડ બાદ પણ તંત્રની આંખ ઉઘડતી નથી. દરોડા અને સીલ મારવાની કામગીરીથી સંતોષ માની લેવાની વૃત્તિથી નકકર કામગીરી હજુ સુધી થઇ નથી! વીજતંત્રનાં ‘પોઢણિયા’ રાજકોટમાં લોકો માટે ગંભીર ખતરો બની શકે છે શેરી મહોલ્લા અને જાહેર રસ્તાઓ પર સબ સ્ટેશનમાંથી તણખા ખરવાના બનાવો અવાર - નવાર બને છે. ભારે વીજપ્રવાહ જેમાંથી વહે છે તે સબ સ્ટેશનોમાં તકેદારીની કોઇ કાળજી લેવામાં નથી આવી. આવા ખુલ્લા સબ સ્ટેશનનો નીચે બાળકો રમતા હોય છે અત્યાર સુધી તો કોઇ અકસ્માત થયો નથી પણ ચોમાસું શરૂ થવામાં છે ત્યારે ક્ષતિગ્રસ્ત કે ખુલ્લા સબસ્ટેશનોમાં વીજતંત્ર તકેદારીનાં પગલા લઇ ‘અકસ્માત પ્રૂફ’ કામગીરી કરે તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.