હોંગકોંગમાં મોદી રોડ અને નમો રેસ્ટોરન્ટMay 27, 2019

  • હોંગકોંગમાં મોદી રોડ અને નમો રેસ્ટોરન્ટ

નવીદિલ્હી તા,27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં નથી પરંતુ વિદેશોમાં પણ છે. લોકસભા ચૂંટણીમાં મળેલી શાનદાર જીતનો જશ્ન દેશ નહીં પરંતુ વિદેશોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે. હોંગકોંગમાં તો નરેન્દ્ર મોદીના નામ પર નમો રેસ્ટોરન્ટ અને મોદી રોડ (મોદી રોડ) પણ છે. નમો રેસ્ટોરન્ટમાં લોકો મૈં ભી ચોકીદાર સ્લોગનનું ટીશર્ટ પહેરીને પીએમ મોદીની જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. 23 મેએ આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીતની સાથે પીએમ મોદી બીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેમની આ જીત પર ભારત જ નહીં વિદેશોમાં પણ ખુશીનો માહોલ છે.
હોંગકોંગમાં પીએમ મોદીના નામ પર એક નમો રેસ્ટોરન્ટ છે. 23 મેથી લઈને અત્યાર સુધી આ રેસ્ટોરન્ટમાં પીએમ મોદીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તેમના નામથી વિશેષ ડિશ બનાવવામાં આવી રહી છે. અહીં રહેનારા ભારતીયો પણ નમો રેસ્ટોરન્ટમાં આવીને પીએમ મોદીની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. અહીંનો સ્ટાફ મૈં ભી ચોકીદારના સ્લોગન વાળા ટીશર્ટ પહેરીને ગ્રાહકોનું સ્વાગત અને સેવા કરી રહ્યાં છે.
નમો રેસ્ટોરન્ટના માલિક રાજૂ સબનાની એક ભારતીય છે. તેમણે જણાવ્યું, હું છેલ્લા 15 વર્ષથી નરેન્દ્ર મોદીનો ફેન છું. તે આશરે 15 વર્ષ પહેલા હોંગકોંગ આવ્યા હતા, ત્યારે હું તેમને મળ્યો હતો. પ્રથમ મુલાકાતમાં જ હું તેમનાથી પ્રભાવિત થયો હતો. કારણ કે આપણા દેશ પ્રત્યે સમર્પણ અને પ્યાર જે મને તેમની અંદર જોવા મળ્યો, તે બીજા કોઈ નેતામાં દેખાતો નથી. તેઓ અહીં ગુજરાતને પ્રમોટ કરવામાં આવ્યા હતા.
રાજૂ સબનાનીએ જણાવ્યું, 2013માં જ્યારે હું રેસ્ટોરન્ટ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યો છું, તે સમયે નરેન્દ્ર મોદી નમોના નામથી પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. ત્યારે મેં નિર્મય કર્યો કે રેસ્ટોરન્ટ ખોલીશ તો નરેન્દ્ર મોદીના નામથી. ત્યારે અમે નમો નામથી રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી.