કેશોદ અને માળીયામાં ખનીજ ચોરીમાં સાત વિરૂધ્ધ ફરીયાદMay 27, 2019

જુનાગઢ તા.27
કેશોદના કૃષ્ણનગર ગામની વારી લીધેલી જમીનમાં જેસીબી દ્વારા ખોદકામ કરી ખજીજ માટી મંજુરી લીધા વગર બારોબારો વેરી નાખવા ચોરી કરી હોવાની કેશોદ તથા માળીયા હાટીના પંથકમાં સાત શખ્સો સામે કેશોદ પોલીસમાં ફરીયાદ નોંઘવા પામી છે.
કેશોદના શેરગઢ ગામના ચનાભાઇ અમરાભાઇ, હરેશભાઇ વિઠ્ઠલભાઇ માળીયા હાટીનાના વડાળા ગામના રમેશભાઇ કરણાભાઇ સિંધવ, જીલુભાઇ સાદુરભાઇ સીસોદીયા, વિક્રમભાઇ રામભાઇ તથા માળીયાના રામભાઇ દાલતસિંહ સીસોદીયાએ કેશોદના કૃષ્ણનગર ગામની સીમમાં વારેલ ખેતરમાંથી સક્ષમ અધિકારી પાસેથી કોઇ મંજુરી લીધા વગર ખનીજ માટી કાઢી ફેરાના ભાવ નકકી કરી 6 આરોપીના જેસીબી તથા ટ્રેકટરો મારફત ખનીજ ચોરી કરી બીજાના ખેતરમાં વેચાતી નાખી ખનીજ માટીની ચોરી કરી હોય કેશોદ પોલીસ સ્ટેશનના પો.હે. હરસુખભાઇ જીવાભાઇએ ફરીયાદ નોંધાવી છે.
ચોરી
કેશોદ ચાંદીગઢના પાટીયા પાસે આવેલા પરીશ્રમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ગ્રીલ તોડી કોઇ અજાણ્યા શખ્સે કારખાનામાં રાખેલ ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી લઇ ગયું હતું.