કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા મોદી, શાસ્ત્રોક્ત વિધિ સાથે કરી રહ્યા છે પૂજાMay 27, 2019

  • કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા મોદી, શાસ્ત્રોક્ત વિધિ સાથે કરી રહ્યા છે પૂજા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીને જો પ્રચંડ વિજય મળ્યો છે તેના પછી પદનામિત વડાપ્રધાન આજે 27 મે, સોમવારના રોજ પ્રથમ વખત પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચી રહ્યા છે. અહીં તેઓ કાશીની પ્રજાનો 'આભાર' માનશે. મોદીની સાથે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પણ રહેશે. મોદીને વારાણસીની જનતાએ ફરી એક વખત વિજયનો તાજ પહેરાવ્યો છે. 

વારાણસીમાં વડાપ્રધાન મોદીને કુલ 6,74,664 વોટ મળ્યા હતા. જેની સામે સપાના ઉમેદવાર શાલિની યાદવને 1,95,159 વોટ, જ્યારે કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને રહ્યા અનેતેમને 1,52,548 વોટ મળ્યા હતા. 

10.57 AM : પૂજારી પીએમ મોદીને પૂજા કરાવી રહ્યા છે. અમિત શાહ તેમની બાજુમાં બેઠા છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ ચાલી રહી છે.  10.55 AM : વડાપ્રધાન મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે કાશી વિસ્વનાથ મંદિરમાં પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં જ શરૂ કરશે પૂજા.  10.50 AM : સમગ્ર માર્ગમાં 'મોદી- મોદી'ના નારા લાગી રહ્યા છે. 

10.42 AM : કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી આચાર્ય અશોક દ્વીવેદીએ ANIને જણાવ્યું કે, "આ અમારું સદભાગ્ય છે કે વડાપ્રધાન મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં વિજય પછી જે રીતે પૂજા કરી હતી એ તમામ પૂજા ફરીથી કરવા આવી રહ્યા છે. તેમની આંખોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળે છે."

10.40 AM : કાશી વિશ્વનાથ મંદિરની બહાર વિશાળ LED સ્ક્રીન મુકવામાં આવ્યું છે. જેના પર પીએમ મોદી મંદિરમાં જે પૂજા કરશે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

10.38 AM: રસ્તામાં પીએમ મોદી અને અમિથ શાહનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશીની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10.35 AM : વારાણસી પોલીસ લાઈનમાંથી પીએમ મોદીનો કાફલો નિકળ્યો. થોડીવારમાં જ પહોંચશે કાશી વિસ્વનાથ મંદિર. ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ છે સાથે.  10.30 AM : પીએમ મોદીનો કાફલો બાબતપુર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વારાણસી પહોંચ્યો હતો. અહીં ભાજપના નેતાઓને મળ્યા બાદ તેઓ મંદિર જવા રવાના થયા છે. 

10.25 AM : વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે શહેરમાં જુદી-જુદી જગ્યાએ કલાકારોને બેસાડવામાં આવ્યા છે. જેઓ વડાપ્રધાનનો કાફલો પહોંચ્યા પછી પોતાની કૃતિ રજૂ કરશે.