કિંગ ખાનની પીએમ મોદીને શુભેચ્છા...May 27, 2019

  • કિંગ ખાનની પીએમ મોદીને શુભેચ્છા...

મુંબઇ તા.27
લોકસભા ચૂંટણી 2019માં બીજેપીની ધમાકેદાર જીત બાદ શુભેચ્છાઓનો દોર હાલ પણ ચાલી રહ્યો છે. સામાન્ય જનતાથી લઈ મોટી અને લોકપ્રિય હસ્તીઓ તરફથી પીએમ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. જ્યારે બોલિવૂડના કેટલાક સિતારાઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પીએમ મોદીના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સલમાન ખાન, અનુપમ ખેર, અક્ષય કુમાર, સપુરસ્ટાર રજનીકાંત અને વરુણ ધવન જેવા કલાકારો બાદ હવે બોલિવૂડના કિંગ શાહરુખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે.
શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપીને પ્રચંડ જીત માટે શુભેચ્છા પાઠવી છે. શાહરુખે ટ્વીટ કરતા લખ્યું કે, એક ગૌરવાન્વિત ભારતીય તરીકે અમે એક એવી સ્થાપના કરી છે જેની પાસે દેશના વિકાસને લઈ સ્પષ્ટતા છે. આપણે આશા અને સપનાઓને પૂરા કરવા માટે તેમની સાથે દરેક પગલે મળીને આગળ વધીશું. લોકતંત્રની જીત થઈ છે. મોદીજી અને બીજેપી લીડર્સને શુભેચ્છા.