યુપીમાં લઠ્ઠાકાંડ: 16નાં મોત, 10 ગંભીરMay 28, 2019

 મૃતકોમાં એક જ પરિવારના 4નો સમાવેશ: 4 અધિકારી અને 8 પોલીસકર્મી સસ્પેન્ડ: મુખ્યમંત્રી આદિત્યનાથે મૃતકો માટે દુ:ખ વ્યકત કર્યું: તપાસના આદેશ
બારાબંકી તા,28
અહીંના રાણીગંજ વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે. જેમાંથી ચાર લોકો એક જ પરિવારના છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, દારૂનું સેવન કર્યા બાદ લોકોને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. સારવાર દરમિયાન આજ સવાર સુધી 12 લોકોના મોત થયા છે. 10થી વધારે લોકોની હાલત હજુ પણ નાજૂક છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સહારનપુર
અને તેના આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂને કારણે અંદાજે 50 લોકોના મોત
થયા હતા.
ચાર અધિકારીઓ અને 8 પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ: મંત્રી જયપ્રતાપ સિંહે જણાવ્યું કે, જિલ્લા તંત્રના ચાર અધિકારીઓ અને 8 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં જિલ્લા અધિકારી શિવ નારાયણ દુબે, ઈન્સપેક્ટર રામ તીરથ મૌર્ય સહિત 3 હેડ કોંસ્ટેબલ અને 5 કોંસ્ટેબલ પણ સામેલ છે. ડીજીપી ઓપી સિંહે કાર્યવાહી કરતા કહ્યું કે, ઈનસ્પેક્ટર રામનગર રાજેશ કુમાર સિંહ અને સીઓ પવન ગૌતમને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકો માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ડીએમ અને એસપીને ઘટના સ્થળે પહોંચવા અને મેડિકલ સુવિધાઓ ઉપલ્બધ કરાવવા માટેના આદેશ આપ્યા છે. યોગીએ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ કડક પગલાઓ લેવામાં આવશે. આ મામલે પ્રિંસિપલ સેક્રેટરી એક્સાઈઝને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગામમાં નકલી દારૂની ફેક્ટરી ચાલી રહી છે: મૃતકોંમાંથી ચાર લોકો એક જ પરિવારના સભ્યો હતા. ત્રણ ભાઈ રમેશ ગૌતમ , મુકેશ , સોનુ સાથે તેમના પિતા છોટેલાલનું પણ મોત થયું છે. રમેશની પત્ની રામાવતીએ જણાવ્યું કે, ઘરમાં લાશને કાંધ આપવા માટે પણ કોઈ વધ્યું નથી. ગ્રામ્યજનોનો આરોપ છે કે દાનવીર સિંહની નકલી લઠ્ઠો બનાવવાની ગેરકાયદે ફેક્ટરી છે. આ નકલી દારૂ તેની સરકારી દુકાન પર વેચવામાં આવી રહ્યો છે.
ફેબ્રુઆરીમાં પણ ઝેરી લઠ્ઠાના કારણે 112 લોકોના મોત: આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ઉત્તરપ્રદેશ અને ઉત્તરખંડના ચાર જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાને કારણે 112 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે 55 મોત સહારનપુરમાં થયા હતા. મેરઠમાં 18, કુશીનગરમાં 10 અને ઉત્તરાખંડના રુડકીમાં 32 લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માફિયાએ શરાબમાં સ્પ્રિટ અથવા ઉંદર મારવાની દવા ભેળવી દીધી હતી.
આસામમાં 143 લોકોના મોત થયા હતા: ફેબ્રુઆરીમાં જ આસામમાં પણ ઝેરી દારૂને કારણે 143 લોકોના મોત થયા હતા. ગોલાઘાટ જિલ્લામાં 85 અને જોરહાટ જિલ્લામાં 58 લોકોના મોત થયા હતા. જેને ઝેરી દારૂને કારણે બનેલી રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણવામાં આવે છે. એડીજી મુકેશ અગ્રવાલે કહ્યું હતું તે, અસમિયામાં સુલાઈ મોદ તરીકે ઓળખાતો ગેરકાયદે દારૂના ઉત્પાદન અને વેચાણ મુદ્દે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.