ગઠબંધનમાં ‘મહા’ ભંગાણના આસાર: માયાવતી હચૂડચૂMay 20, 2019

  • ગઠબંધનમાં ‘મહા’ ભંગાણના  આસાર: માયાવતી હચૂડચૂ

 જોકે અખિલેશ યાદવ અને ચન્દ્રાબાબુ નાયડુ ‘ગમ્મે તે ભોગે’ સત્તા મેળવવા મથે છે
લખનૌ તા.20
લોકસભા ચૂંટણીના છેલ્લાં તબક્કાનું મતદાન પૂરું થતા-થતા તમામ રાજકીય પક્ષ સરકાર બનાવા માટે જરૂરી સમીકરણ બનાવાની કવાયદમાં લાગી ગયું છે. વિપક્ષના ગઠબંધનને લઇ અટકળો તેજ થતી દેખાઇ રહી છે. જો કે ઉત્તર પ્રદેશના મોટા વિપક્ષી નેતા બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો
માયાવતી એ હજુ પણ પત્તા ખોલ્યા નથી. રાજકીય ગલિયારામાંથી સમાચાર આવી રહ્યા હતા કે માયાવતી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનાયિ ગાંધીને મળશે, પરંતુ તેના પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા આવી કોઇપણ મુલાકાતની ના પાડી દીધી છે. મિશ્રાએ કહ્યું કે માયાવતી સોમવારના રોજ લખનઉમાં જ રહેશે. તેમનો દિલ્હી જવાનો કોઇ કાર્યક્રમ નથી અને ના તો કોઇ બેઠકમાં સામેલ થવાના છે. ઉલ્લેખનીય છે કે પહેલાં એવો કયાસ લગાવામાં આવી રહ્યો હતો કે બિન-ભાજપ પક્ષોની ગઠબંધનના મુદ્દા પર માયાવતી સોમવારના રોજ દિલ્હીમાં સોનિયા અને રાહુલને મળવાના છે.
તો આ બધાની વચ્ચે સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે સંકેત આપી દીધા છે કે ગઠબંધનની અટકળો પર અત્યારે વિરામ મૂકાયો નથી. તેમણે રવિવારના રોજ કહ્યું કે ગરીબો, ખેડૂતો, દેશ અને ભાઇચારાની વાત કરનાર પાર્ટીઓ 23મી મે બાદ દેશને નવા પીએમ આપવાના પ્રયાસમાં છે. તેના માટે ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ વિપક્ષના તમામ નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. જરૂર પડશે તો કોંગ્રેસને સમર્થન આપશે. અખિલેશ યાદવે દાવો કર્યો કે યુપીમાં મહાગઠબંધનને સૌથી વધુ સીટો મળશે.
રાજકીય નિષ્ણાતોના મતે કોંગ્રેસ કેન્દ્રમાં કર્ણાટક મોડલ પર સરકાર બનાવાનું વિચારી રહી છે. જો એનડીએને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો કોંગ્રેસ વધુ સીટો મળ્યા બાદ પણ સરકાર બનાવા માટે ક્ષેત્રી પાર્ટીઓના નેતાઓને પીએમ પદ માટે તક આપી શકે છે. ગઠબંધન માટે ચંદ્રબાબુ નાયડુ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેઓ સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી અને આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને પણ મળી ચૂકયા છે. લખનઉમાં માયાવતી અને અખિલેશ સાથે મુલાકાત કર્યા બાદ તેઓ રવિવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના મુખ્યા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.   ચોંકાવનારા એક્ઝિટ પોલથી વિપક્ષી નેતાઓ ધૂંઆપૂંઆ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના રવિવારે સાંજે આવેલા મોટાભાકનાં એક્ઝિટ પોલનાં અનુસાર નરેન્દ્ર મોદી એકવાર ફરીથી વડાપ્રધાન સ્વરૂપે તાજપોશી કરવા જઇ રહ્યા છે. એટલે સુધી કે કેટલાક એક્ઝિટ પોલે ભાજપ નીત એનડીએને બહુમતી માટે જરૂરી

272 સીટોથી અનેક ગણી વધારે 300 પ્લસ સીટ મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે અનેક એક્ઝિટ પોલનાં અનુસાર ભાજપ- ગઠબંધનને ઉત્તરપ્રદેશમાં ખાસ્સુ નુકસાન થઇ રહ્યું છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને 71 સીટો મળી હતી. એક્ઝિટ પોલના અનુમાનો અંગે રાજનીતિક દળોની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લા એક્ઝિટ પોલના પરિણામોથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. તેણે ટ્વીટ કરીને પોતાનો ધુંધવાટ ઠાલવ્યો હતો.અબ્દુલાએ પોતાનાં એક ટ્વીટમાં લખ્યું કે, દરેક એક્ઝીટ પોલ ખોટા હોઇ શકે નહી. આ સમટ ટીવી બંધ કરવાનો, સોશિયલ મીડિયા લોગ આઉટ કરવાનો છે. અને હવે રાહ જોવાની રહી કે 23 મેનાં રોજ વિશ્વ બદલાવા જઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એબીપી-નીલસનનાં એક્ઝિટ પોલ અનુસાર ભાજપને એક સીટનું નુકસાન થઇ શકે છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ખાતામાં 2-2 સીટો જઇ શકે છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના દવાને નકારી દીધું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, હું એક્ઝિટ પોલ ગોસિપ પર ભરોસો નથી કરતી. એક્ઝિટ પોલ ગોસિપનાં માધ્યમથી હજારો ઇવીએમમાં હેરફેર કરવા અથવા બદલાવી દેવાનો ગેમ પ્લાન બનાવવામાં આવ્યો છે. હું તમામ વિપક્ષી દળોને એક થવા, મજબુત અને નિર્ભીક થવાની અપીલ કરુ છું. અમે તમામ આ લડાઇને મળીને લડીશું.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે, એક્ઝિટ પોલ સટીક નથી હોતા. તેમણે કહ્યું કે, મારા અનુભવનાં આધાર જ્યારે હું પંજાબના મતદાતાઓનો મિજાજ જાણુ છું તો સંપુર્ણ સટીક અનુમાન નથી લગાવી શકતો. તો પછી એક્ઝિટ પોલ આટલું સટીક અનુમાન કઇ રીતે લગાવી શકે. હવે ચાર રાજ્યની વિધાનસભામાં ભાજપને ‘લોકસભા’નો લાભ મળશે
નવી દિલ્હી: કેન્દ્રની ખુરશી પર કોણ બેસશે તે 4 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. 19 મેનાં રોજ સાતમાં તબક્કાનાં મતદાન બાદ ઉમેદવારોની કિસ્મત ઈવીએમમાં કેદ થઈ ગઈ છે. આજતક અને એક્સિસ માઈ ઇન્ડિયાનો એક્ઝિટ પોલ જાહેર થઈ ગયો છે,

જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીનાં પરિણામ ચાહે ગમે તે આવે, પરંતુ અનેક રાજ્યોમાં લોકસભા ચૂંટણીની અસર પડશે. હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારંખડ, દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
2014માં જ્યારે ભારે બહુમતથી નરેન્દ્ર મોદીની સરકાર બની હતી તો તેની અસર ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર પડી હતી. હરિયાણામાં 10 વર્ષનાં કોંગ્રેસ શાસન બાદ ભાજપાની સરકાર બની હતી. મહારાષ્ટ્રમાં બીજેપી 122 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. ત્યારબાદ તેણે શિવસેના સાથે સરકાર બનાવી. ઝારખંડમાં બીજેપીને 48 સીટો મળી હતી, જે ગત ચૂંટણી કરતા વધારે હતી. તો જમ્મૂ-કાશ્મીરમાં આઝાદી બાદ પહેલીવાર બીજેપી 25 સીટ જીતીને સૌથી મોટી પાર્ટીની રીતે સામે આવી હતી. જો કે લોકસભા ચૂંટણીમાં બીજેપીને 7 સીટો આપનારી દિલ્હીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ફક્ત 3 ઉમેદવારોને જ જીતાડ્યા. 70માંથી 67 સીટ આમ આદમી પાર્ટીને મળી હતી.
જો મોદી સરકાર ફરીવાર સત્તામાં આવે છે તો તેને રાજ્યોમાં ફાયદા નુકસાન બંને મળી શકે છે. ડિસેમ્બરમાં આવેલા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપનાં હાથમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચાલી ગયા હતા. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એક દશકથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના મજબૂત સહયોગી છે. લોકસભા ચૂંટણીમાં પણ બંને સાથે લડી રહ્યા છે. જમીની સ્તર પર બંને પાર્ટીઓ મજબૂત છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનીય મુદ્દાઓ હાવી હોય છે. આવામાં પડકાર ઓછા નહીં હોય.
તો દિલ્હીની ખુરશી મેળવવા માટે બીજેપી 2 દશકથી તરસી રહી છે. આવામાં કેજરીવાલ સરકારની વિરુદ્ધ એન્ટી ઇંકમ્બેંસી ફેક્ટરનો ફાયદો કોંગ્રેસ અને બીજેપી બંને ઉઠાવવા ઇચ્છશ. કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધન બન્યું અને તુટી ગયું. અત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ઘાટીમાં હિંસા અપ્રત્યક્ષ રીતે વધી છે. બુરહાન વાનીનાં મર્યા બાદ હિંસાને કાબુ કરવામાં 100 લોકોનાં મોત થયા હતા. આવામાં કાશ્મીરમાં બીજેપીને મુશ્કેલી થઈ શકે છે.
જો કેન્દ્રમાં સત્તા બદલાય છે અને બીજેપીએ વિપક્ષમાં બેસવું પડે છે તો તેની અસર આવનારી વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. જો ગઠબંધનની સરકાર બની તો રાજ્યોનાં શ્વાસ વધી જશે. આ રાજ્યોએ પોતાની નીતિઓ નક્કી કરવામાં મદદ મળશે. જો આ વાત સમજાવવામાં ક્ષેત્રીય પાર્ટીનાં નેતા જનતાને સમજાવવામાં સફળ રહે છે તો ચોક્કસ વિધાનસભા ચૂંટણીમાં પરિણામ ચોંકાવનારા આવી શકે છે. આ ઉપરાંત રાજ્યોમાં સરકાર બનાવવા માટે બિનભાજપાઈ પાર્ટીઓ એકજુથ થઇને કર્ણાટક ફોર્મ્યુલા પર ચાલી શકે છે.
વર્ષ 2014માં આજતકનાં સર્વેમાં એનડીએન બહુમત મળવાની વાત કહેવામાં આવી હતી. આજતક સર્વેમાં એનડીએ 261-281, યુપીએ 110-120 અને અન્યોને 150-162 સીટો મળવાની સંભાવના દર્શાવાઈ હતી. પરિણામો પણ તેના આસપાસ આવ્યા હતા.