એક્ઝિટ પોલ્સમાં મોદી, શેરબજારમાં તેજીMay 20, 2019

  • એક્ઝિટ પોલ્સમાં મોદી, શેરબજારમાં તેજી

મુંબઇ તા.20
લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. ત્યારે આજે શેરમાર્કેટમાં ખુલતાની સાથે સેન્સેક્સમાં 952 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તેમજ નિફ્ટીમાં પણ 250 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ડોલરની સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. ચૂંટણીના એક્ઝિટ પોલ આવી જતાં શેરબજાર પણ મોદીમય બન્યું છે. અને આજે શેરબજારમાં જબ્બર ઉછાળો થયો છે.
આજે પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ પ્રિ-ઓપનિંગ ક્ષત્રમાં જ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી 

છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 66 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.61 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.22 પર બંધ રહ્યો હતો.
આ લખાઈ રહ્યું છે ત્યારે 10 કલાકે સેન્સેકસ 836.37 પોઈન્ટ પર રહીને 38,768.24 ઉપર જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 11652.પપ ઉપર રહી 245.80 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં 821.35 પોઈન્ટના ઉછાળા સાથે 30261.39ની સપાટીએ જોવા મળ્યો હતો. જયારે બી.એસ.આઈ. સ્મોલકેપ 14240.77ની સપાટીએ 353.45 પોઈન્ટ, બીએસઈ મિડકેપ 14718.29એ 410.45 પોઈન્ટ ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે.
આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એસ.બી.આઈ, આઈ.સી.આઇ.સી.આઈ. બેન્ક, મારૂતિ સુઝુકી ઈન્ડીયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચ.ડી.એફ.સી. બેન્ક સહિતના શેરોમાં પ્રારંભીક તબક્કે જ 3.49-4.60 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોંગ્રેસ કહે છે; હરખાવ નહીં
23મીએ સરપ્રાઈઝ મળશે નવીદિલ્હી: તા. 19મે ગઈકાલે છેલ્લા તબક્કાના મતદાન બાદ તમામ એક્ઝિટ પોલ અને સર્વે એજન્સીઓના પરિણામમાં ભાજપ અને તેના સાથી પક્ષોની એનડીએ સરકાર ખૂબ મોટી બહુમતી સાથે સરકાર બનાવશે તેવી આગાહી થતા જ કોંગ્રેસે તમામાં એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ અને શાસક એનડીએને સાચુ સરપ્રાઇઝ તો જ્યારે રિઝલ્ટ આવશે તે દિવસે મળશે. રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે કે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે જો ખૂબ જ પાતળી શક્યતા દેખાશે તો પણ તમામ વિરોધી પક્ષો એક થઈને તે શક્યતાના આધારે આગળ વધવા તૈયારી કરી રહ્યા છે. ભલે, તમામ એક્ઝિટ પોલમાં એનડીએ જીતશે તેવા સ્પષ્ટ પરિણામ આવ્યા હોય પરંતુ કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ગૌવડાએ કહ્યું કે, મહેરબાની કરીને 23મે સુધી રાહ જોઈ લો, અમે જરુર તમને બધાને સરપ્રાઇઝ આપીશું. તમામ વોટ શેરનું બેઠક દીઠ શેરિંગ ગણીને

અનુમાન લગાવવું ખૂબ જ અઘરું કામ છે. આટલું જલ્દી કંઈ જ બોલી શકાય નહીં. અને આમ પણ દેશમાં એક જાતના ડરનું વાતાવરણ છે જેથી લોકો પણ ખુલીને પોતાનો મત જણાવશે નહીં.
જ્યારે ભાજપ અને મોદીના પ્રખર વિરોધી તરીકે હાલના સમયમાં ઉભરી આવેલ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે, 8216;તમામ એક્ઝિટ પોલ ખોટા અને ગોસિપ માત્ર છે. આ રીતે ખોટા એક્ઝિટ પોલ લાવીને હજારો ઈવીએમમાં ગરબડ દ્વારા કે પછી ઈવીએમ રીપ્લેસ કરીને સમગ્ર પરિણામ ઉથલાવી નાખવાનો આ ગેમ પ્લાન છે.
પરંતુ એક્ઝિટ પોલના પરીણામોથી વિપક્ષ ભલે જાતભાતની નિવેદનબાજી કરતો હોય પરંતુ ભાજપની જીત તરફ ઇશારો કરતા એક્ઝિટ પોલ જોઈને વિપક્ષ ભવિષ્યની શંકાને લઈને કેટલીક હદ સુધી ગભરાયેલ છે તો સાથે સાથે કોંગ્રેસ 2004ના પુનરાવર્તનની આશા સેવી રહ્યું છે. જેમાં તમામ એક્ઝિટ પોલે એનડીએ સરકાર બનવા તરફ ઇશારો કર્યો હતો પરંતુ કોંગ્રેસ એકલી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
સંભાવિત પરિણામો અંગે કેટલાક અંદરના લોકોએ પણ ખોટો મત જણાવ્યો હોઈ શકે છે. કેમ કે મોટાભાગના ચૂંટણી પછીના અનુમાન ઇન હાઉસ સર્વેમાં જે પોઈન્ટ સર્વે કરનારને સાચા લાગે તેના આધારે પરીણામ પોઇન્ટ આઉટ કરવામાં આવતા હોય છે, જેમાં કોંગ્રેસ ખૂબ જ ખરાબ છે જેમ કે ગત ડિસેમ્બરમાં જે રાજ્યોમાં તેણે ભાજપને હરાવ્યું હતું ત્યાં પણ કોંગ્રેસ હારતું હોય તેવા ચિત્રો સ્પષ્ટ જોઈ શકાય છે. કોંગ્રેસના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, જો એનડીએ 230ના આંકડાને પાર કરી લેશે તો પછી તેને સરકાર બનાવવાથી રોકવું અશક્ય છે. પણ જો તેની પાસે 230થી ઓછી બેઠક હોય ત્યારે બધો આધાર કોંગ્રેસ બીજા કેટલા સાંસદોને પોતાના પક્ષે લઈ શકે છે તે જોવાનો છે. જો કોંગ્રેસ એકલાને 100થી ઓછી બેઠકો મળી તો ગઠબંધન કરીને પણ સ્થાનિક રાજકીય પાર્ટીઓ પાસેથી આગેવાની પોતાના હાથમાં લેવાનું કોંગ્રેસ માટે એક ક્ષોભજનક સ્થિતિમાં લાવશે.