દેશમાં ૐ ‘ન.મો.’ સિવાય કોઇ નહીં!May 20, 2019

  • દેશમાં ૐ ‘ન.મો.’ સિવાય કોઇ નહીં!

નવી દિલ્હી : તા. 20
અત્યાર સુધી એક્ઝિટ પોલનું જે વલણ આવ્યું છે તેના અનુસાર 2019માં એકવાર ફરીથી મોદી સરકાર રચાવા જઇ રહી છે. અત્યાર સુધી જે ચેનલોએ 542 સીટોનું વલણ રજુ કર્યું છે, તેના આધાર પર ઝી ન્યુઝના મહા એક્ઝિટ પોલના અનુસાર ભાજપનાં નેતૃત્વમાં એનડીએને 308 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 117 અને અન્યને 117 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
એક્ઝિટ પોલ (એક્ઝિટ પોલ 2019) ના પોલમાં ટાઉમ્સ નાઉ- વીએમઆરએ ભાજપનાં નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેનાં અનુસાર એનડીએને 306 સીટો મળશે. યુપીએને 132 અને અન્યને 104 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેના અનુસાર યુપીમાં ભાજપને સપા - બસપા ગઠબંધન છતા મોટી સફળતા મળશે અને રાજ્યની 80 સીટોમાંથી 58 સીટો પર ભાજપને સફળતા મળશે. તેના અનુસાર ગઠબંધનને 20 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આજતક - એક્સિસ માઇ ઇન્ડિયા
જેના અનુસાર ભાજપને 339-365 સીટો, યુપીએને 77-108 સીટો અને અન્યને 69-95 સીટો મળવાનું અનુમાન છે. રાજ્યની દ્રષ્ટી જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો અને કોંગ્રેસને 1-3 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં બાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 23-25 સીટો જ્યારે કોંગ્રેસને 0-2 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
રિપબ્લિક ભારત- સી વોટર
રિપબ્લિક ભારત - સીવોટરમાં એનડીએને 287, યુપીએને 128 મહાગઠબંધનને 40 અને અન્યને 87 સીટો મળવાનું અનુમાન છે. રિપબ્લિક/જન કી બાતમાં એનડીએને 305 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પ્રકારે તેમાં કોંગ્રેસને 124 અને અન્યને 113 સીટો મળવાનું અનુમાન છે.
એબીપી -નીલસન
જેના અનુસાર એનડીએને 277 સીટો અને યુપીએને 130 સીટો મળવાનું અનુમાન છે તેના અનુસાર અન્યને 135 સીટો મળવાનું અનુમાન છે.
ન્યૂઝ 18-આઇપીએઓએસ
જેના અનુસાર એનડીએને 336, યુપીએને 82 અને અન્યને 124 સીટો મળવાનું અનુમાન છે.
જો કે એ વાત પણ સાચી છે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ હંમેશા સાચી સાબિત થતી નથી પરંતુ ચૂંટણી વિશેષજ્ઞોના મતે આ પ્રકારના એક્ઝિટ પોલથી રાજકીય સ્થિતિની સંભાવના અંગે એક આઈડિયા જરૂર મળે છે. વાસ્તવમાં એક્ઝિટ પોલમાં એવું હોય છે કે આ પ્રકારના સર્વે કરનારી એજન્સીઓ મતદારોને પૂછે છે કે તેમણે કોને મત આપ્યો? તે આધાર પર તેઓ પોતાના ચૂંટણી ટ્રેન્ડ/પરિણામોની ભવિષ્યવાણી કરે છે.
2014માં અનેક ચેનલોના એક્ઝિટ પોલના પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો મેળવી લેશે. તેમની આ વાત સાચી પણ સાબિત થઈ. ભાજપના નેતૃત્વમાં એનડીએ અંગે એબીપી ન્યૂઝ-નીલસન, સીએનએન આઈબીએન- સીએસડીએસ, ઈન્ડિયા ટુડે-સિસેરો, ઈન્ડિયા ટીવી-સી વોટર, ન્યૂઝ 24-ચાણક્ય, ટાઈમ્સ નાઉ-ઓઆરજી ઈન્ડિયાએ ક્રમશ: 281, 270-282, 261-283, 289, 340 અને 249 બેઠકોનું અનુમાન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ અંગે આ ચેનલો/એજન્સીઓએ ક્રમશ: 97, 92-102, 110-120, 101, 70 અને 148 બેઠકોનું અનુમાન કર્યું હતું. અન્ય પક્ષો અંગે ક્રમશ: 165, 150-159, 150-162, 153, 133, અને 146 બેઠકોનું અનુમાન કરવામાં આવ્યું હતું.
આ આંકડાઓનું જો વિશ્ષેલણ કરવામાં આવે તો જાણવા મળે છે કે તમામ સર્વેમાં કહ્યું હતું કે ભાજપને 200થી વધુ બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1998 અને 1999ની ચૂંટણીમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 182 બેઠકોનું હતું. તમામ એક્ઝિટ પોલ ના પરિણામો એક્ઝિટ પોલ્સ ઇઉંઙ+ગઉઅ ઈઘગૠ+ઞઙઅ ઘઝઇં+
ઝી મહાએક્ઝિટ પોલ 300 128 114
ટાઇમસ નાઉ વીએમઆર 306 132 104
આર.ભારત જન કી બાત 305 124 113
આર.ભારત - સી વોટર્સ 287 128 127
ન્યુઝ નેશન 286 122 134
ન્યુઝ એકસ- નેટા 242 164 136
ઇન્ડિયા ન્યૂઝ - પોલ સ્ટ્રેટ 298 118 126
ન્યુઝ 18- આઇપીએસઓએસ 336 82 124