કાન્સ-2019માં અહો ‘ઐશ્ર્વર્યા’મ્May 20, 2019

  • કાન્સ-2019માં અહો ‘ઐશ્ર્વર્યા’મ્

ફ્રાંસમાં 72માં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. રેડ કાર્પેટ પર એશ્વર્યાનો પહેલો લૂક સામે આવી ગયો છે. જેમાં તેણે દીકરી આરાધ્યા સાથે ગ્રાન્ડ એન્ટ્રી મારી છે. એશ્વર્યા ગ્રીન અને યલો કલરના મરમેડ ડ્રેસ પહેરેલી જોવા મળી છે. આ સાથે આરાધ્યાએ પણ પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે. સોનમ કપૂર અને એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે મુંબઈ એરપોર્ટ પરથી રવાના થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ એક પછી એક લૂક બદલતી જોવ મળી રહી છે. દીપિકા પાદુકોણ, કંગના રનૌટ, પ્રિયંકા ચોપડા, મલ્લિકા શેરાવત, હૂમા કુરેશી, હિના ખાનના ફોટોગ્રાફ સામે આવી ચૂક્યા છે.