યુવરાજસિંહ હવે રિટાયર થવા માગે છેMay 20, 2019

  • યુવરાજસિંહ હવે  રિટાયર થવા માગે છે

નવીદિલ્હી તા.20
સીમિત ઓવરોના ભારતના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને આઈસીસીથી સ્વીકૃત ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબના ડાબા હાથના આ બેટ્સમેન બીસીસીઆઈની મંજૂરી મળ્યા બાદ જ અંતિમ નિર્ણય કરશે. માનવામાં આવી રહ્યું છે કે, યુવરાજે સ્વીકાર કરી લીધો કે હવે તેની ભારત તરફથી રમવાની સંભાવના નથી. આ મામલાની જાણકારી રાખતા બીસીસીઆઈના સૂત્રએ રવિવારે જણાવ્યું, યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટથી નિવૃતી વિશે વિચારી રહ્યો છે. તે બીસીસીઆઈ સાથે વાત કરી અને જીટી20 (કેનેડા), આયર્લેન્ડમાં યૂરો ટી20 સ્લૈમ અને હોલેન્ડમાં રમવા પર વધુ સ્પષ્ટતા માગવાની આશા છે, કારણ કે તેની પાસે રજૂઆત છે.
ઇરફાન પઠાણે હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં પોતાનું નામ આપ્યું હતું, પરંતુ તે હજુ પ્રથમ શ્રેણી ખેલાડી છે અને તેણે બીસીસીઆઈ પાસે મંજૂરી લીધી નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું, ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પરત લેવાનું કહેવામાં આવ્યું. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમો જોવા પડશે. જો તે પ્રથમ શ્રેણી ક્રિકેટથી સંન્યાસ પણ લે છે તો પણ બીસીસીઆઈ અંતર્ગત નોંધાયેલ સક્રિય ટી20 ખેલાડી હોઈ શકે છે.