‘માસ્ટર’ના ‘કાર’નામાMay 17, 2019

  • ‘માસ્ટર’ના ‘કાર’નામા

મુંબઈ: દંતકથાસમાન ક્રિકેટર ભારત રત્ન સચીન તેંડુલકરના હસ્તે 16 મે, ગુરુવારે મુંબઈના બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરમાં આવેલા બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિઓ ગાર્ડનમાં મિડિયાકર્મીઓ માટે આયોજિત ખાસ કાર્યક્રમમાં નવી બીએમડબલ્યુ એકસ5 કાર લોન્ચ કરવામાં આવી હતી. એ પ્રસંગે બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ (કાર્યવાહક) ડો. હાન્સ-ક્રિશ્ચિયન બેર્ટલ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ચોથી પેઢીની બીએમડબલ્યુ એકસ5 કાર છે. તે 3.0 લીટર ડિઝલ અને 3.0 લીટર પેટ્રોલ, એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. બીએમડબલ્યુ એકસ5 ત્રણ વેરિઅન્ટમાં મળે છે. બીએમડબલ્યુ એકસ5 એકસડ્રાઈવ30ડી સ્પોર્ટ કારની કિંમત રૂ. 72.90 લાખ છે. બીએમડબલ્યુ એકસ5 એકસડ્રાઈવ30ડી એકસલાઈન કારની કિંમત રૂ. 82.40 લાખ છે. અને બીએમડબલ્યુ એકસ5 એકસડ્રાઈવ 40 આઈ એમ સ્પોર્ટસ કારની કિંમત પણ રૂ. 82.40 લાખ છે. બીએમડબલ્યુ એકસ5 કારનું ઉત્પાદન ભારતમાં જ કરાશે અને તે બીએમડબલ્યુ ડીલરશિપમાં ઉપલબ્ધ છે.