કપિલ શર્માને ઘરે ગુંજશે કિલકારી!May 23, 2019

મુંબઇ: કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના ફેમસ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈને વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીના મામલે પણ ટોપ પર છે. કપિલ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ કરી રહ્યો છે, સાથે જ એવા પણ સમાચાર છે કે કપિલની પર્સનલ લાઈફમાં પણ ગ્રોથ થઈ રહ્યો છે. રિપોર્ટનું માનીઓ તો કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવું મહેમાન આવવાનું છે. કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. જો કે આ ગુડ ન્યૂઝ અંગે કપિલ શર્મા કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. રિપોર્ટ પ્રમાણે કપિલ શર્મા ઘર પર આવનારા નવા મહેમાનના વેલકમ માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે