શું તમે જાણો છો..? વિજેતા ટીમને વર્લ્ડ કપની નકલી ટ્રોફી અપાય છેMay 23, 2019

  • શું તમે જાણો છો..? વિજેતા ટીમને  વર્લ્ડ કપની નકલી ટ્રોફી અપાય છે

લંડન તા,22
30 મેથી શરૂ થઇ રહેલા વિશ્વકપમાં રમનાર દરેક ટીમની ઇચ્છા હોય છે કે તે ટ્રોફી મેળવીને જાય.વિશ્વકપનો ફાઇનલ મુકાબલો તા.14 જુલાઇના રોજ લંડનના ઐતિહાસિક લોર્ડઝ મેદાનમાં યોજાવાનો છે, પણ હકીકત એ છે કે વિજેતા ટીમને વિશ્વકપની અસલી ટ્રોફી નહી પણ તેની પ્રતિકૃતિ આપવામાં આવે છે.
વિશ્વકપની મુળ ટ્રોફી આંતરરાષ્ટીય કિકેટ પરિષદ(આઇસીસી) પાસે રહે છે. શરૂઆતના ત્રણ વિશ્વકપ (197પ, 79 અને 83)માં વિજેતા ટીમને એક જ સરખી ટ્રોફી દેવામાં આવી હતી. આ ત્રણેય વિશ્વકપમાં ટૂર્નામેન્ટના મૂખ્ય પ્રયોજક પ્રુડેન્શીયલ પીએલસી હતા એટલે તેના કારણે તેની ડિઝાઇન બદલવામાં આવી ન હતી. ત્રણ વર્લ્ડ કપ બાદ જયારે પ્રયોજક બદલાયા એટલે ટોફની ડિઝાઇન પણ બદલવામાં આવી હતી. આઇસીસીએ 1999માં વિશ્વકપમાં પહેલી વખત વિજેતા ટીમને પોતાની ટ્રોફી આપી અને ત્યારથી આ સીલસીલો ચાલુ થયો.વિશ્વકપની ટ્રોફી સોના અને ચાંદીથી બને છે, એક સોનાનો બોલ ચાંદીના ત્રણ કોલમ પર રાખવામાં આવેલો હોય છે.
ટ્રોફીનું વજન લગભગ 11 કિલો છે અને ટોફીની ઉંચાઇ 60 સે.મી.છે. ટ્રોફીના પાયામાં પૂર્વ વિજેતા ટીમોના નામ લખેલા હોય છે. વિશ્વકપ પહેલા આઇસીસી ટ્રોફી ફકત ભાગ લેતા દેશો જ નહી પણ પ્રથમ વખત એ 11 દેશોમાં પણ ગઇ કે જે દેશોમાં કિકેટની રમત પ્રારંભિક શરૂઆત થઈ રહી છે, એટલે કે નેપાળ, અમેરિકા અને જર્મનીમાં પણ ગઇ હતી.