શેરબજારમાં ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ: સેન્સેક્સ 463 અંક ગગડ્યોMay 21, 2019

  • શેરબજારમાં ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ: સેન્સેક્સ 463 અંક ગગડ્યો

રાજકોટ, તા.21
લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. જેમાં એનડીએની સરકાર બનવાના સંકેત મળતા શેરબજારે પણ નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ત્યારે આજે શેરબજાર ખુલતાની સાથે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો અને શેરબજારે 39,449ની સપાટી વટાવી હતી. ત્યારે બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 96.78 પોઇન્ટ વધીને 39449.45 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35.40 પોઈન્ટ વધીને 11863.65 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ 20 સત્રોમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે શેરબજારના આરંભમાં બેંક નિફ્ટીનો ઇન્ડેક્સ રેડ માર્કમાં ટ્રેડ કરી રહ્યો હતો. ગઇકાલે પણ શેરમાર્કેટમાં ખુલતાની સાથે સેન્સેક્સમાં 900 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીમાં પણ 250 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ડોલરની સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. ચૂંટણીના એક્ઝિટ પોલ આવી જતાં શેરબજાર પણ મોદીમય બન્યું છે. અને આજે શેરબજારમાં ઉછાળો થયો છે.
બપોર બાદ માર્કેટમાં ઉચ્ચ સ્તરો પર પ્રફોટ બુકીંગ જોવા મળ્યું હતું. આ સાથે જ બજાર નીચે આવી ગયું હતું અને બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 463 અંક નીચેમાં 38,888 તેમજ નિફ્ટી 131 પોઈન્ટ ડાઉનમાં 11,696ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.