ધ્રાંગધ્રા સબ જેલમાં ડીવાય એસપી ત્રાટકયા, વધુ સાત મોબાઇલ જપ્ત May 21, 2019

  • ધ્રાંગધ્રા સબ જેલમાં ડીવાય એસપી ત્રાટકયા, વધુ સાત મોબાઇલ જપ્ત

ધ્રાંગધ્રા,તા.21
ધ્રાગધ્રા સબજેલમા ડીવાયએસપી સહિત જીલ્લા એલ.સી.બી એ દરોડો પાડી કેદીઓ પાસેથી સાત મોબાઇલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
ધ્રાગધ્રા સહિત જીલ્લાની દરેક જેલમા કાળજી રાખવા છતા પણ કોઇને કોઇ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી પ્રતિબંધીત ચીજ વસ્તુ કેદીઓ પાસે પહોચી જાય છે ત્યારે હાલમા જ સુરેન્દ્રનગર સબજેલનો વિડીયો ખુદ કેદીઓએ જ વાઇરલ કયાઁ બાદ જીલ્લાભરનુ તંત્ર એક્ટીવ થયુ હતુ. આ બાદ તમામ સબજેલોમા જેલગાડઁનુ પ્રમાણ વધારી દરેક ચીજવસ્તુ પર ખાસ નજર રાખી તપાસ કરવામા આવતી હતી છતા ગઇકાલે ધ્રાગધ્રા સબજેલમા મોડી રાત્રે ડીવાયએસપી આર.બી.દેવધા, સીટી પીઆઇ ખુમાનસિંહ વાળા, તથા જીલ્લા એલ.સી.બીના સંપુક્ત સ્ટાફે સંકલન કરી અચાનક દરોડો કરતા સબજેલમા રહેલા કાચાકામના કેદીઓમા અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ અચાનક સબજેલમા મોડીરાત્રે દરોડા દરમિયાન કેદીઓને વિચારવાનો પણ સમય ન મળ્યો હતો અને પોલીસને 7 જેટલા મોબાઇલ મળી આવતા મોટી સફળતા હાથ લાગી હતી. સબજેલની જુદી-જુદી બેરેકમાથી કુલ 7 જેટલા મોબાઇલ સાથે ચાજઁર સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ ઝડપી પાડી હતી. અલગ-અલગ બેરેકમા રહેલા કાચાકામના કેદીઓ પાસે ઝડપાયેલ મોબાઇલ પોલીસે જપ્ત કરી તમામ કેદીઓ પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી મોબાઇલ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ કોણ અંદર સુધી પહોચાડે છે તેની તપાસ હાથ ધરી છે.