પાક વીમા માટે ખેડુતોની 30 કી.મી ની પદયાત્રા May 21, 2019

  • પાક વીમા માટે ખેડુતોની 30 કી.મી ની પદયાત્રા

વઢવાણ તા.21
સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે ખેડૂતોને પાક વીમા ની પુરતી રકમ ચૂકવવામાં ના આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે.
આ મામલે ખેડૂતોએ 30 કિલોમીટર લાંબી પગપાળા યાત્રા કરીને કલેકટર કચેરીએ દોડી આવીને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બોર્ડ બેનર સાથે સૂત્રોચ્ચાર પોકારી પાકવીમાની રકમ ત્વરીત ચૂકવવાની માંગ કરી હતી.
અનેક વખત રજૂઆતો કરવા છતાં આ મામલે સરકાર અને તંત્રના જવાબદાર અધિકારીઓ આગામી દિવસોમાં કોઈ નિર્ણય નહીં લે તો જિલ્લાના ખેડૂતો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે