ધ્રાંગધ્રા પંથકમાં કેનાલોની સાઇડના પેવર રોડમાં ચોમાસા પહેલાં જ ધોવાણMay 21, 2019

  • ધ્રાંગધ્રા પંથકમાં કેનાલોની સાઇડના પેવર રોડમાં ચોમાસા પહેલાં જ ધોવાણ

ધ્રાંગધ્રા તા. 21
ધ્રાગધ્રા પંથકમા મોટાભાગની કેનાલોના સાઇડમા આવેલા પેવર રોડ ચોમાસા પહેલા જ ધોવાઇ ગયા છે.
ધ્રાગધ્રા પંથકમાથી નિકળતી તમામ નમઁદા કેનાલોની સાઇડ પર આવેલા પેવર રોડમા ભ્રષ્ટાચાર થયો હોવાનુ સાફ દેખાય છે. હાલમા જ બનાવેલ પેવર રોડને ચોમાસા પહેલા જ ધોવાઇ ગયો. માત્ર ગણતરીના મહિનાઓ પુવેઁ જ પેવર રોડનુ કામ પુણઁ કરાયુ છે. જેમા કોન્ટ્રાક્ટરો દ્વારા પેવર રોડમા હલકી ગુણવતાઁનુ કામ કરી ખોટા બીલો બનાવી નમઁદાના અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ કરી તમામ બિલ પાસ કરાવેલ હતા જે તે સમયે આ કામ મામલે જ કાયઁપાલક ઇજનેરને લાંચ લેતા એ.સી.બી દ્વારા ઝડપી પડાયા હતા અને બાદમા તેઓની વધુ તપાસમા 46લાખ જેટલી બેહિસાબી રકમ નિકળતા તેને જપ્ત કરાઇ હતી. પેવર રોડના ચાલુ કામ દરમિયાન અનેક સરષંચો દ્વારા લેખીતમા ફરીયાદ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તપાસની માંગ કરાઇ હતી ફરી એકવાર સરપંચ તથા ગામના સ્થાનિકો દ્વારા કેનાલોની સાઇડમા ધોવાણ થયેલા પેવર રોડમા ફરીથી કપચી તથા ડામરનો ઉપયોગ કરી રોડ બનાવવા માંગ કરાઇ છે.