સાડીના નવા ટ્રેન્ડમાં ધોતી સાડી, ફેશનેબલ જેકેટ સાથે ડબલ પલ્લુ તેમજ રફલ સાડી લોકપ્રિય છેMay 21, 2019

  • સાડીના નવા ટ્રેન્ડમાં ધોતી સાડી, ફેશનેબલ જેકેટ સાથે ડબલ પલ્લુ તેમજ રફલ સાડી લોકપ્રિય છે
  • સાડીના નવા ટ્રેન્ડમાં ધોતી સાડી, ફેશનેબલ જેકેટ સાથે ડબલ પલ્લુ તેમજ રફલ સાડી લોકપ્રિય છે

સાડીના નવા ટ્રેન્ડમાં ધોતી સાડી, ફેશનેબલ જેકેટ સાથે ડબલ પલ્લુ તેમજ રફલ સાડી લોકપ્રિય છે
ક સમય હતો જ્યારે સાડી ગુજરાતી કે બેંગોલી પહેરવામાં આવતી અને એથી વધુ દરેક પ્રાંતની પોતાની સ્ટાઈલ પહેરવામાં આવતી પરંતુ વર્તમાન સમયમાં સાડી ફેવરિટ પોશાક છે તેમાં અનેક પ્રકારે ફેરફાર કરીને સાડી પહેરવામાં આવે છે. રાજકોટના રંગરેશમ બુટિક ધરાવતા શમા પટેલે સાડીના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જણાવ્યું હતું કે યંગ જનરેશનમાં ધોતી સાડી તેમજ રેડી ટુ વેર અને રફલ સાડી વધારે ફેવરિટ છે તેમજ ફરીથી પટોળા સાડી અને સિલ્ક બધે જ હેવી વર્ક એમ્બ્રોડરી સાડી સાથે પહેરવામાં આવે છે. જો કલરની વાત કરીએ તો લાઈટ પેસ્ટલ શેડ્સ તેમજ ગોલ્ડન અને ઓલ ટાઈમ ફેવરિટ બ્લેક કલર છે. નવા ટ્રેન્ડ મુજબ સાડી સાથે ફેશનેબલ જેકેટ તેમજ ડેનિમની સાથે લેગિંસ પણ ફેશનમાં ઈન છે. આ ઉપરાંત ટ્રેડિશનલ લુક સાથે ફ્યુઝન તેમજ ડબલ પલ્લુ સાડી વધારે પહેરાય છે. ન્યૂ જનરેશનને કમ્ફર્ટ તેમજ લૂક બને જોઈતા હોય છે તો તેના માટે રેડી ટુ વેર સાડી ખૂબ ચલણમાં છે. અલગ અલગ પ્રકારે સાડીની સ્ટાઈલ તેમજ બ્લાઉઝમાં વિવિધ સ્ટાઈલ અપનાવી બધા વચ્ચે અલગ તરી આવે છે.