સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરતી સાડીMay 21, 2019

  • સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરતી સાડી

હાલ સાડીના વિવિધ પ્રકાર, ડિઝાઈનર સાડી અને  રેડી ટુ વેર સાડીના કારણે ટીનએજરમાં પણ સાડીનો ક્રેઝ વધ્યો છે : ફિલ્મ અને ટેલિવિઝનના માધ્યમને કારણે આ પરિધાનની લોકપ્રિયતા વધી છે ડી એ ભારતીય સંસ્કૃતિનો સંપૂર્ણ પોશાક છે. જે દરેક ઉંમર, કદ, દેખાવની મહિલાઓ પર દીપી ઉઠે છે. સાડી સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે. સાડી એ વિશ્ર્વનું સૌથી લાંબુ પરિધાન છે કારણ કે સાડીની લંબાઈ 5 થી 6 મીટરની હોય છે. સાડી એ એવો પરિધાન છે કે જે દરેક પ્રસંગે શોભે છે. એક સમયે સાદગીનું પ્રતિક ગણાતી સાડી આજે ફેશન સ્ટેટમેન્ટ ગણાવા લાગી છે. ભારતમાં વિવિધ પ્રાંત મુજબ વિવિધ પ્રકારે સાડી પહેરાય છે. જેમ કે ગુજરાતી, બંગાળી, મરાઠી દરેક જગ્યાએ સાડી પહેરવાની એક ખાસ સ્ટાઈલ છે.
ફિલ્મ અને ટેલિવિઝનના માધ્યમને કારણે સાડીની લોકપ્રિયતા વધી છે એક સમયે સૌભાગ્યવતી સ્ત્રીઓ સાડી પહેરતી. સાડી પહેરવામાં મુશ્કેલી પણ પડતી જયારે આજે સાડીના વિવિધ પ્રકાર, ડિઝાઈનર સાડી અને રેડી ટુ વેર સાડીના કારણે ટીનએજરમાં પણ સાડીનો ક્રેઝ વધ્યો છે. અમુક આકૃતિવાળી સાડી તથા રેશમ અને સિલ્કની સાડી જૈનો પહેરતા નથી. તેથી અમુક સાડીને જૈન સાડી પણ નામ અપાયું છે. સાડીનો ટ્રેન્ડ કયારેય જૂનો થતો નથી. આપણને અનુભવ છે કે આપણી માતા કે દાદી અને નાનીના વોર્ડરોબમાં રહેલી સાડીઓ આપણને ખૂબ ગમતી હોય છે.
કાંજીવરમ : આ પ્રકારની સાડીનો માભો જ અલગ હોય છે. તેના ગોલ્ડ, સિલ્વર બ્રોકેડ સિલ્ક એમ્બ્રોઈડરી, હેવી થ્રેડ વર્ક રોયલ લૂક આપે છે. થોડી મોંઘી એવી આ સાડી લગ્નપ્રસંગમાં પહેરવામાં આવે તો સુંદર લૂક આવે છે.
બનારસી : બનારસી સાડીનો એક અલગ અંદાજ હોય છે આ સાડી તમને કાંઇક સ્પેશિયલ ફીલ કરાવશે ગોલ્ડ અને સિલ્વર બ્રોકેડમાં જરી વર્ક વાળી આ સાડી પહેરવાથી ફંકશનમાં તમે અલગ તરી આવશો.
પટોળા : પટોળા નામ લેતા પાટણના પટોડા યાદ આવી જાય ગુજરાતની આગવી ઓળખ સમા પટોડાના કપડાનો કલર વર્ષો સુધી અકબંધ રહે છે. આ પટોડા બ્રાઈટ કલરમાં વધારે સારા લાગે છે છતાં લાઈટ કલરમાં પણ મળે છે. આ એવરગ્રીન પટોડા દરેક સ્ત્રીનું મન મોહી લે છે.
બાંધણી : બાંધણીમાં સિલ્ક, જયોર્જટ, શિફોન વગેરે મટીરીયલ મળે છે. બાંધણી ટ્રેડીશનલ લૂક આપે છે. જે તમે મેરેજ ફંકશન સિવાય ગરબા, ધાર્મિક પૂજન કે કોઇપણ જગ્યાએ પહેરી શકો છો.
ટસર સિલ્ક : આ પ્રકારની સાડી બિહાર પ્રદેશમાં વધુ મળે છે. સામાન્ય કરતા મોંઘી આ સાડી શાનદાર કારીગીરી અને ગુણવત્તાથી ભરપૂર હોય છે. આમ પ્રસંગને અનુરૂપ સાડી પહેરીને તમે તમારા દેખાવમાં ચાર ચાંદ લાગવી શકો છો. જુદા-જુદા પ્રાંતની વિશેષ સાડી
ગુજરાત : પટોળા, બાંધણી, લહેરિયા
મધ્યપ્રદેશ : ચંદેરી, મહેશ્ર્વરી, મધુબની
આસામ : મુંગા, રશમ,
ઓરિસ્સા : બોનકઇ
રાજસ્થાન : બંધેજ
બિહાર : ટસર, કાથા
છતીસગઢ : કોસા, રશમ
મહારાષ્ટ્ર : પૈઠણી
યુપી : જામદાની, જામવર
પશ્ર્ચિમ બંગાળ : કાથા ટંગૈલ
તામિલનાડુ : કાંજીવરમ બનારસી