નામાંકિત લોકોને સાડી પહેરાવી નામ અને દામ કમાય છે ડોલી જૈનMay 21, 2019

  • નામાંકિત લોકોને સાડી પહેરાવી નામ અને દામ કમાય છે ડોલી જૈન
  • નામાંકિત લોકોને સાડી પહેરાવી નામ અને દામ કમાય છે ડોલી જૈન

હારાષ્ટ્રના એક નાના ગામના સામાન્ય પરિવારની દીકરીના લગ્ન હતા તેની એક ઇચ્છા એવી હતી કે પોતાના લગ્નમાં સાડી પહેરાવવા ડોલી જૈન આવે. પિતાજીની એટલી કેપેસીટી નહોતી કે ડોલી જૈનને સાડી પહેરાવવા માટે બોલાવી શકે છતાં તેણે ફોન કરી પોતાની દીકરીની વાત જણાવી. ડોલી જૈને તેની દીકરીને સરપ્રાઇઝ આપી અને લગ્નમાં સાડી પહેરાવવા પહોંચી ગઇ. જેના લગ્ન હતા તેના માટે આ જીવનભરનો યાદગાર અનુભવ સાબિત થયો હતો અને આ માટે ડોલીએ સ્વખર્ચે જઇને સદકાર્ય કર્યું હતું. વાત સાંભળીને આપણને વિચાર આવે કે ડોલી જૈન પાસે એવી કઇ આવડત છે કે દરેક યુવતીનું સ્વપ્ન તેની પાસે સાડી પહેરવાનું હોય છે તો ચાલો જાણીએ આ ડોલી જૈન કોણ છે?
હેમા માલિની, જયા બચ્ચન, રવિના ટંડન, ટવીંકલ ખન્ના, પ્રિયંકા ચોપરા થીલઇને દીપિકા પદુકોણ, ઐશ્ર્વર્યા રાય બચ્ચન તેમજ અંબાણી પરિવારમાં ડોલી જૈન સાડી પહેરાવવા જાય છે ચાહે કોઇ ફિલ્મ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય, ફોટોશૂટ હોય કે મીડિયા પ્રેઝન્ટેશન હોય સાડી પહેરવા માટે દરેક ડોલી જૈનને યાદ કરે છે. તેમના નામે અનેક રેકોર્ડ પણ છે આ સફળતાની શરૂઆતની વાત પણ રસપ્રદ છે.
ડોલીના લગ્ન એક એવા પરિવારમાં થયા હતાં જયાં સાડી પહેરવી ફરજિયાત હતી તેથી ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં ગયાં. મિકસ એન્ડ મેચ તેમજ અલગ અલગ આઇડિયાથી તેઓ સાડી પહેરવામાં નાવિન્ય લાવતા હતાં. આ જોઇને બીજા પરિવારની દીકરી વહુઓને ડોલી જેવી સાડી પહેરતા શીખવવા મોકલવા લાગ્યા આમ સફળતાની આ યાત્રા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચી પ્રારંભમાં સંઘર્ષ વેઠવો પડયો હતો. લોકોને લાગતું કે સાડી ડ્રેપિંગ શું કઇ કામ છે? પરંતુ તેણે પોતે મહેનત કરી આ કામને નવી ઓળખ આપી આજે ડોલીએ જે રસ્તો કંડારયો છે તે રસ્તા પર અનેક મહિલાઓ ચાલી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવે છે જેનાથી ડોલી ખુશ છે તે માને છે કે ભગવાને બધુ જ આપ્યું છે તો મહેનત કરવામાં પાછી પાની શું કામ કરવી? ડોલીને તેની આ યાત્રા માટે ‘ગુજરાત મિરર’ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. 325 જાતની સાડી પહેરાવી શકતા ડોલી જૈન માને છે કે સાડી એ સંપૂર્ણ પોશાક છે, તેમણે એક સાડી 18 સેક્ધડમાં પહેરાવીને રેકોર્ડ બનાવ્યો છે 18 સેક્ધડમાં સાડી પહેરાવવાનો અને
325 સ્ટાઇલની સાડીનો રેકોર્ડ છે ડોલીના નામે
આજે ડોલી તેના પિતાજીની વાત યાદ કરતા કહે છે કે કોઇ પણ ફિલ્ડમાં કંઇક અલગ કરવામાં આવે તો જ એક આઇડેન્ટિટી બનતી હોય છે તેથી જ ડોલી જૈને સાડી ડ્રેપિંગમાં કંઇક અલગ કરવાનું નકકી કર્યું એક સાડીને ફક્ત 18 સેક્ધડમાં ડોલી પહેરાવે છે અને તે એક રેકોર્ડ છે ઉપરાંત એક સાડીને 325 રીતે પહેરાવવાનો રેકોર્ડ પણ ડોલીના નામે છે જેમાં રાજસ્થાન, મર્મેડ, હિપ હોપ, ગાઉન, પેન્ટ સ્ટાઇલ, ધોતી સ્ટાઇલ, રાજસ્થાની, ફયુઝન ડ્રેપ, રાજસ્થાની ડ્રેપ, ઊલ્ટાપલ્લુ ડ્રેપ
ડોલીની ફેવરિટ સાડી છે ગુજરાતની બાંધણી
ડોલીને ગુજરાતની બાંધણી બહુ પ્રિય છે. કારણકે, તે વજનમાં હલકી હોય છે એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે. ઉપરાંત દેખાવમાં રિચ અન હેવી લાગે છે. બીજું બાંધણી દરેક પ્રસંગે સારી લાગે છે અને થોડી લાઇટ જ્વેલરી પહેરી લેવામાં આવે તો દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે.
ઘર, બાળકો, પરિવાર, સમાજને સાથે લઇને
કામ કરવું એજ સાચી સફળતા
ડોલી જૈન જયારે સફળતાના શિખર પર છે ત્યારે મહિલાઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે પોતે એક દીકરી, વહુ, માતા અને પત્નીનો રોલ યોગ્ય રીતે નિભાવ્યો છે અને ત્યાર બાદ કારકિર્દી પસંદ કરી છે એક સ્ત્રીની સાચી સફળતા ત્યારે જ કહેવાય જયારે સફળતામાં તમારો પરિવાર પણ સાથે ઊભો હોય અને ગર્વ મહેસૂસ કરતો હોય. આજે સફળતામાં ડોલીના પતિ નવીન જૈન તથા બંને દીકરીઓ રતિકા તથા આન્યાનો પણ ફાળો અનન્ય છે.
સાડી પહેરાવવા માટે ડોલીના ચાર્જિસ રૂા. 15000થી શરૂ થાય છે
સાડી પહેરાવવા માટે રૂા. 15000 ચાર્જ વસૂલતી ડોલી સાડી પહેરાવવા માટે કેટલીક તકેદારી રાખે છે. સાડીનું મટિરિયલ કેવું છે, સાડી પહેરવા વાળી વ્યક્તિ કઇ છે, તેમજ શું પ્રસંગ છે, તે વિચારીને સાડી પહેરાવે છે. માતા હોય તો તેને માતા જેવો દેખાવ જ આપે છે તેને દીકરી જેવો દેખાવ આપવાની કોશિશ નથી કરતાં. આ ઉપરાંત શરીરનો બાંધો જોઇને ડોલી કેવી સાડી પહેરાવવી તે નકકી કરે છે અને કયારેક જવેલરી પણ સજેસ્ટ કરે છે.