રેકોર્ડ હાઇ પર બંધ થયું બજાર, સેન્સેક્સમાં 1400નો ઉછાળો, 10 વર્ષમાં 1 દિવસની સૌથી મોટી તેજીMay 21, 2019

  • રેકોર્ડ હાઇ પર બંધ થયું બજાર, સેન્સેક્સમાં 1400નો ઉછાળો, 10 વર્ષમાં 1 દિવસની સૌથી મોટી તેજી

મુંબઇ: એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએને મળનાર બઢતથી બજાર પણ ખુશ થયું. સોમવારે બિઝનેસની શરૂઆત સારી તેજી જોવા મળી. તો બપોર થતાં-થતાં બજાર વધુ તેજી જોવા મળી. સેન્સેક્સએ 10 વર્ષ બાદ એક દિવસની સૌથી મોટી તેજી નોંધાઇ. તો બીજી તરફ બેંક નિફ્ટીએ પણ રેકોર્ડ હાઇ બનાવ્યો નિફ્ટી પણ 11800ને પાર નિકળી ગયો. એક્ઝિટ પોલના અનુમાનોએ જ બજારને તેજી આપી. એક્ઝિટ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું કે મોદી સરકારની પ્રચંડ બહુમત સાથે વાપસી થઇ રહી છે.    કારોબારના અંતમાં સેન્સેક્સ 1421.90 પોઇન્ટ એટલે કે 3.37 ટકા ચઢીને 39352.67 ના સ્તર પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 421.10 પોઇન્ટ એટલે કે 3.69 ટકા ચઢીને 11828.30 પર બંધ થયો. તો બીજી તરફ બેંક નિફ્ટી 1,310 ચઢીને 30,760 પર બંધ થયો.