આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ, 11.59 લાખ વિદ્યાર્થીનું ભાવિ થશે નક્કીMay 21, 2019

  • આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ, 11.59 લાખ વિદ્યાર્થીનું ભાવિ થશે નક્કી

અમદાવાદ: ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે (21મે)ના રોજ જાહેર કરવામાં આવશે. આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી 11.59 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ સવારે 6 કલાકથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. 

7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ સાથે જ 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓનો પણ આ વર્ષે પરીક્ષામાં નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં ધોરણ 10ના 1 લાખ 23 હજાર 487 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી વધુ સુરતમાં 98,563, અમદાવાદમાં 69,906, બનાસકાંઠામાં 65,102, રાજકોટમાં 57,667, વડોદરામાં 56,293 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.