એક્ઝિટ પોલ ઈફેક્ટ: 1 મિનિટમાં જ રોકાણકારોને 3.2 લાખ કરોડનો ‘બખ્ખો’May 20, 2019

  • એક્ઝિટ પોલ ઈફેક્ટ: 1 મિનિટમાં જ રોકાણકારોને 3.2 લાખ કરોડનો ‘બખ્ખો’

રાજકોટ તા,20
આજે 20 મે, 2019 સોમવારના રોજ દલાલ સ્ટ્રીટ પર માર્કેટ ખુલતાની પ્રથમ એક મીનિટમાં જ રોકાણકારોની ઝોળીમાં રૂ. 3,18,000 કરોડનો વધારો થયો હતો. આ ફાયદાનું કારણ ગઇકાલે સાંજે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બહાર આવેલા એક્ઝિટ પોલ્સના અનુમાનમાં એનડીએની સરકાર ભારે બહુમતી સાથે બની રહી હોવાનું છે. આથી ભારતીય શેરબજારોમાં આગામી દિવસોમાં રોનક જોવા મળે તેવી શક્યતાઓ માર્કેટ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.
આજે સવારે માત્ર 60 સેક્ધડના ટ્રેન્ડિંગમાં, તમામ બીએસઇ કંપનીઓના માર્કેટ મૂલ્ય (માર્કેટ કેપિટલાઇઝેશન) જે શુક્રવારે રૂ. 1,46,58,710 કરોડની નજીક હતું તેમાં આજે રૂ. 3.18 લાખ કરોડ વધીને રૂ. 1,49,76,896 કરોડ પર પહોંચ્યું છે. આનાથી, સ્થાનિક શેરોનું માર્કેટ મૂલ્ય રૂ. 5.39 લાખ કરોડ વધ્યું છે.
ટાઈમ્સ નાઉ-વીએમઆરના અનુમાનમાં ભાજપ અને સાથી પક્ષો કુલ બેઠકો પર 306 બેઠકો જીતી રહ્યા છે. જે બહુમતી પુરવાર કરવા માટે જરૂરી 272 બેઠકોની સરખામણીએ ઘણી વધારે છે. જાસત્તાક-સીવીટરે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 287 બેઠકો જીતતા હોવાનો અંદાજ દર્શાવ્યો છે. જ્યારે ન્યૂઝ નેશન્સના મત મુજબ એનડીએને 223-290 બેઠકો મળી રહી હોવાનું અનુમાન છે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીએમડી મોતીલાલ ઓસ્વાલએ જણાવ્યું હતું કે, એક્ઝિટના પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા છે. આવનારા થોડા દિવસોમાં બજારોમાં 2-3 ટકાનો વધારો થશે. હું આ સ્તરે ખુબ આશાવાદી છું. રોકાણકારોએ ઇક્વિટી ફાળવણી વધારવી જોઈએ.
આજે માર્કેટની ઘોડાદોડ તેજીની વાત કરીએ તો સવારે 9.20 વાગ્યે, બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સમાં 962 પોઈન્ટ અથવા 2.53 ટકાનો વધારો નોંધાયો હતો અને સેન્સેક્સ 38,892.89ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 50એ 287 પોઇન્ટ એટલે કે 2.51 ટકા વધીને 11,648.70ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે ભારત વીઆઇએક્સ 18 ટકા ઘટીને 22.92 થયો હતો.
મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએને સારા માર્જિન સાથે લોકસભાની ચૂંટણી જીતી લેવાની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ બજારોમાં આંશિક રીતે ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું હતું. એચડીએફસી સિક્યોરિટીઝના હેડ રિટેલ રિસર્ચના વડા દીપક જસાનીએ જણાવ્યું હતું કે, ભાજપ લોકસભામાં બહુમતી મેળવે તો તે વધુ ગમશે.
પ્રભુદાસ લિલધરનાં અજય બોડકે જણાવ્યું હતું કે બહુમતી મેળવવામાં ભાજપના કોઈ સંકેતથી ઇક્વિટી બજારોમાં તીવ્ર વધારો થશે અને રૂપિયા મજબૂત થશે.
સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો બે સપ્તાહની ઊંચી સપાટી 69.39ની સપાટીએ પહોંચ્યો હતો.