આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે: દેશ અને વિશ્ર્વની સંસ્કૃતિ અને ઇતિહાસની જાળવણી અને જાણકારી મેળવીએMay 20, 2019

મિત્રો તમારા ઘરમાં તમારા દાદાની કે પરદાદાની કોઇ જૂની વસ્તુ હાથમાં આવે તો તમે ખુશ થઇ જાવ છો ને! તે વસ્તુ સાથે તેમની યાદો અને તે વસ્તુની ઉપયોગિતા પણ જાણવા મળે છે. આ જ રીતે દરેક દેશની પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે. જે નષ્ટ ન થઇ જાય અને આવનારી પેઢી તે જાણી શકે તે માટે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં તેની જાળવણી કરવામાં આવે છે જેમાં પુસ્તકો, રત્નો, ચિત્રો, શિલાચિત્ર, મૂર્તિઓ, પોષાક વગેરે રાખવામાં આવે છે. સમાજના વિકાસમાં તેમજ લોકોમાં જાગૃતિ આવે તે
માટે મ્યુઝિયમની ભૂમિકા મહત્ત્વની છે અને એટલે જ 18 મે વિશ્ર્વ સંગ્રહાલય દિવસ એટલે કે વર્લ્ડ મ્યુઝિયમ ડે તરીકે ઉજવવામાં આવે છે જોઇએ તે વિશે કેટલીક રોચક માહિતી
* ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ મ્યુઝિયમ દ્વારા 1977 થી લોકોમાં મ્યુઝિયમ વિશે રસ વધે તેમજ જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવાનું નકકી થયું.
* આ દિવસે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ તેમજ સંશોધન કરનાર માટે ઉપયોગી સાબિત થાય છે.
* ઇ.સ. 1992 થી દર વર્ષે મ્યુઝિયમ ડેના સંદર્ભે એક થીમ નક્કી કરવામાં આવે છે જેમાં 2019ની થીમ છે "મ્યુઝિયમ એઝ કલ્ચરલ હબ્સ: ધ ફયુચર ઓફ ટ્રેડીશન
* સામાન્ય રીતે મ્યુઝિયમમાંથી કોઇ આર્થિક લાભનો હેતુ હોતો નથી છતાં આ દિવસે ભારત સરકાર દ્વારા મ્યુઝિયમની મુલાકાત નિ:શુલ્ક રાખવામાં આવે છે.
* ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ મ્યુઝિયમ દ્વારા આજના દિવસે સમગ્ર વિશ્ર્વમાંથી લોકોને મ્યુઝિયમનું મહત્ત્વ તેમજ જુદી-જુદી એક્ટિવિટી, એક્ઝિબિશન તેમજ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવે છે.
* આ માટે 2009માં 90 દેશોના 20,000 મ્યુઝિયમે ભાગ લીધો હતો, 2010માં 98 દેશોએ, 2011માં 100 દેશોના 30,000 મ્યુઝિયમે તેમજ 2012માં 120 દેશોએ ભાગ લીધો હતો.
આજના દિવસે વિશ્ર્વના શ્રેષ્ઠ મ્યુઝિયમની વાત કરીએ તો લંડનનું બ્રિટીશ મ્યુઝિયમ, ન્યુયોર્કનું ગુએન્કેમ મ્યુઝિયમ, સીઓલનું નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન એન્ડ ક્ધટેમ્પરરી બર્લિનનું પેરેગોમ મ્યુઝિયમ, લોસ એન્જલસનું ધી જે પોલ જેટ્ટી મ્યુઝિયમ તથા મેક્સિકોના નેશનલ મ્યુઝિયમ ઓફ એન્થ્રોપોલોજીનો સમાવેશ થાય છે.
તો દોસ્તો તમે બધા પણ તમારી નજીકના મ્યુઝિયમની મુલાકાત જરૂર લેજો અને આજના દિવસની વધુ માહિતી મેળવજો.