અહંકારનો ત્યાગMay 02, 2019

 વખત એક રાજાને પરમાત્માને શોધવાનો વિચાર આવ્યો તે એક આશ્રમમાં ગયો અને ત્યાં જે ઋષિમુનિ હતા તેને પ્રણામ કરીને પોતાની વાત જણાવી. પેલા ઋષિ મુનિએ કહ્યું કે, ‘જે કાંઈ તમારી પાસે છે તે અહીં છોડી દો પરમાત્માને પામવા ખૂબ સરળ છે’ રાજાએ એ પ્રમાણે કર્યું પોતાનું રાજ્ય છોડી દીધું, પોતાની બધી જ સંપતિ ગરીબોમાં વહેંચી દીધી અને એક ભિખારીની જેમ તે ઋષિ મુનિ પાસે પહોંચ્યો પણ રાજાને જોઈને પેલા ઋષિ મુનિ બોલી ઉઠ્યા કે, ‘અરે, તમે તો બધુ જ સાથે લઈને આવ્યા છો’ રાજાને કાંઈ સમજાયું નહીં પણ કાંઈ ન બોલ્યા અને તેને કચરો ઉપાડવાનું કામ સોંપ્યુ. થોડા દિવસ બાદ ઋષિ મુનિએ પરીક્ષા કરવાનું વિચાર્યું.
રાજા કચરો ઉપાડીને જઈ રહ્યા હતા ત્યાં એક વ્યક્તિ તેની સાથે ભટકાયો. રાજા ગુસ્સાથી બોલી ઉઠ્યો કે આંધળો છે કે ? ઋષિ મુનિએ વિચાયુર્ં હજુ રાજા તૈયાર થયા નથી.
થોડા દિવસ બાદ ફરી એ જ રીતે એક વ્યક્તિ તેની સાથે ટકરાયો રાજા કાંઈ બોલ્યા નહીં પરંતુ તેની નજર દ્વારા ઘણું બધું કહેવાઈ ગયું હતું. ત્યારબાદ થોડા દિવસ પછી ફરી એવો જ બનાવ બન્યો પરંતુ રાજા જાણે કાંઈ જ નથી બન્યું તે રીતે શાંતિથી આગળ ચાલવા લાગ્યો. ઋષિ મુનિએ વિચાર્યું કે હવે રાજા બરાબર સમજ્યો છે, તેનું ‘હું પદ’ ગયું છે અને તે રાજપાટ છોડવા સાથે ‘સ્વ’ને પણ છોડી શકયા છે એટલે ત્યારબાદ તેની પાસે કચરો ઉપાડવાનું કામ બંધ કરાવી જ્ઞાન સાધના શરુ કરી.
બોધ : બાહ્ય રીતે આપણે ગમે તે છોડીએ પરંતુ ખરેખર આંતરિક રીતે જ્યાં સુધી બધું છોડી પોતાનો અહંકાર, પદ, પ્રતિષ્ઠા છોડીએ ત્યારે જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.