વર્ષનો પુત્ર ઓપરેશન થિયેટરમાં હતોMay 02, 2019

વર્ષનો પુત્ર ઓપરેશન થિયેટરમાં હતો. 30 વર્ષની ઉંમરના પિતા જે કંપનીમાં કામ કરતાં હતાં ત્યાં 25 લાખનું પેકેજ હતું. પુત્ર જે ઓપરેશન થિયેટરમાં હતો તેણે પપ્પાને વિનંતી કરી પપ્પા, હું ઓપરેશન માટે જાઉં અને પાછો આવું ત્યારે તમે અહીં ઉપસ્થિત તો રહેશો ને? પિતાજીએ કહ્યું હા, ચોકકસ પેકેજ જે શબ્દ મલ્ટીનેશનલ કંપનીએ આપ્યો છે એ પેકેજની 1, 2, 3ની યોજના સાંભળવા જેવી છે. એક વ્યક્તિને બે માણસનો પગાર આપો અને ત્રણ વ્યક્તિનું કામ કરાવો એ સાજિશ છે
આ મલ્ટીનેશનલ કંપનીની તમારો પુત્ર ભગવાનથી દૂર થાય એ સાજિશ નથી. તમારો પુત્ર ગુરુથી દૂર થાય એ તેની સાજિશ નથી. તમારો પુત્ર ધર્મથી દૂર થાય તે મલ્ટીનેશનલ કંપનીની સાજિશ નથી પરંતુ તમારો પુત્ર તમારાથી દૂર થાય , પત્ની થી દૂર થાય, પુત્રથી દૂર થાય એ મલ્ટીનેશનલની સાજિશ છે આવી કંપનીમાં જવાનો ટાઇમ નકકી છે પરંતુ પાછા ફરવાનો ટાઇમ નકકી નથી. ત્રણ ત્રણ વાગે ઓફીસેથી આવતા પતિને પત્ની કહે છે કે આવું જ હોય તો મને મારા માતા-પિતાને ત્યાં મૂકી આવોે. પુત્રના ઓપરેશન થિયેટરની બહાર રહેવાની ઇચ્છા પેલો પિતા પૂરી કરી શકતો નથી.
પુત્ર ઓપરેશન થિયેટર બહાર આવે છે પરંતુ પિતા ગેરહાજર હતાં પુત્રની આંખો પિતાને શોધતી હતી પણ પપ્પા નહોતા, ચાર કલાક પછી પપ્પા આવ્યા ત્યારે પુત્ર પૂછે છે પપ્પા મને પ્રેમ કરો છો કે તમારી જોબને? પિતા કહે છે કે આના માટે મને 12 કલાકનો સમય આપ આ પ્રશ્ર્નના જવાબ માટે 12 કલાક બાદ પપ્પા આવે છે અને કહે છે બેટા હું તને પ્રેમ કરું છું જોબને નહીં. આજથી મેં જોબ છોડી દીધી છે નોકરી જરૂરી છે પરંતુ તમારા જીવનના ભોગે નહીં એટલે જ કહું છું જેને પોતાની બુધ્ધિ પર ભરોસો હોય છે તે નોકરી કરે છે અને જેને પોતાના પર ભરોસો હોય છે તે બિઝનેસ કરે છે.
- પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.