શિવના ભક્ત અને ન્યાયના દેવતા ભગવાન શ્રી પરશુરામMay 02, 2019

 પૌરાણિક કથા અનુસાર
ભગવાન પરશુરામનો જન્મ
ભૃગુશ્રેષ્ઠ મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ન પુત્રેષ્ટિ યજ્ઞથી થયો હતો
 તેઓ વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા માગતા હતા અને કહેવાય છે કે તેમણે 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિયનો નાશ કર્યો હતો
ષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર એટલે ભગવાન પરશુરામ. વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મદિન મનાવવામાં આવે છે.
ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વખત આ ધરતીને ક્ષત્રિયવિહીન બનાવી હતી. તેમના ક્રોધથી ભગવાન ગણેશ પણ બચી શકયા નહોતા. તેની સાબિતી ગણેશજીનો એક તૂટેલો દાંત છે અને ત્યારથી જ ગણપતિજી એકદંત કહેવાયા. મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે જે પણ દાન-પુણ્ય કરવામાં આવે છે તે અખંડ રહે છે.
પૌરાણિક કથા અનુસાર ભગવાન પરશુરામનો જન્મ ભૃગુશ્રેષ્ઠ મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ન પુત્રેષ્ટિ યજ્ઞથી થયો હતો. યજ્ઞથી પ્રસન્ન દેવરાજ ઇન્દ્રના વરદાન સ્વરૂપ પત્ની રેણુકાના ગર્ભથી વૈશાખ સુદ ત્રીજના એક બાળકનો જન્મ થયો. જેને ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ માનવામાં આવે છે. પિતામહ ભૃગુ દ્વારા સંપન્ન નામકરણ સંસ્કાર બાદ જમદગ્નિના પુત્ર હોવાના કારણે અને શિવજી દ્વારા આપેલું પરશુ ધારણ કરવાના કારણે તેઓ પરશુરામ કહેવાયા. રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણ અને કલ્કી પુરાણ વગેરે ગ્રંથોમાં કહેવાયું છે કે તેઓ અહંકારી અને ધૃષ્ટ ક્ષત્રિયોને પૃથ્વી પરથી 21 વખત નાશ કરવા માટે પ્રસિધ્ધ થયા. તેઓ વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા માગતા હતા, એવું કહેવાય છે કે ભારતના મોટાભાગના ગામડાંઓ તેમના દ્વારા વસાવવામાં આવ્યા હતા. જેમાં કોંકણ, ગોવા અને કેરાલાનો સમાવેશ
થાય છે.
પૌરાણીક કથા અનુસાર ભગવાન પરશુરામે તીર ચલાવીને ગુજરાતથી લઇને કેરાલા સુધીનો સમુદ્ર પાછળ ધકેલી નવી ભૂમિનો નિર્માણ કર્યુ હતું. આજ કારણથી કોંકણ, ગોવા અને કેરાલામાં ભગવાન
પરશુરામની પૂજા કરવામાં આવે છે.