કોઇપણ કાર્યમાં તમારું 100% યોગદાન આપોMay 07, 2019

કોઇપણ કાર્યમાં તમારું 100% યોગદાન આપો
અપૂર્વી ચાંદેલા પોતાની સફળતા માટે જણાવે છે કે પરિણામની
અપેક્ષા સાથે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાની તૈયારી રાખો. કોઇપણ કાર્યમાં પોતાનું 100% આપવાથી સફળ થતા કોઇ રોકી શકશે નહીં. સફળતા માટે અપૂર્વીના માતાએ જણાવ્યું હતું કે તેનો શાંત, ધીર, ગંભીર સ્વભાવ શૂટિંગ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. દિલ્હીનું હોમ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકોના સતત ચીયરઅપ વચ્ચે પણ અપૂર્વીએ પોતાનું નિશાન પાર પાડયું.  જયપુરની અપૂર્વી ચાંદેલાએ ગોલ્ડમેડલ સાથે 252.9 અંક મેળવી વર્લ્ડમાં નં.1 સ્થાન મેળવ્યું: દરેક મેચમાં પરિણામ સાથે પોતાનું 100% પરફોર્મન્સ આપે છે
 અપૂર્વીનો શાંત અને ગંભીર સ્વભાવ શૂટિંગ સ્પર્ધામાં મદદરૂપ થાય છે: હોમ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકોના ચીયરઅપ વચ્ચે અપૂર્વીએ શાંત-સ્થિર રહી પોતાની મંઝિલ મેળવી યપુર એરપોર્ટ પર લોકોની ભીડ જમા થઇ હતી લોકોના હાથમાં ફૂલના બુકે અને હાર જોવા મળી રહ્યા હતા. પ્લેન લેન્ડ થયું ત્યાં જ લોકો ‘ભારત માતા કી જય’ અને ‘અપૂર્વી ચંદેલા ઝિંદાબાદ’ના નારા લગાવવા માંડયા પ્લેનમાંથી બહાર આવતા જ અપૂર્વીને લોકો ઘેરી વળ્યા, શુભેચ્છા આપવા લાગ્યા. પ્રેસ અને ટીવી ચેનલના પત્રકારો તેની મુલાકાત માટે પડાપડી કરતાં હતાં. જયપુર એરપોર્ટનું આ દૃશ્ય છે 2014ની સાલનું જયારે ભારતની મહિલા નિશાનેબાજ ખેલાડી અપૂર્વી ચંદેલા ગ્લાસગો કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતીને આવી હતી.
આ ગોલ્ડમેડલે અપૂર્વીમાં આત્મવિશ્ર્વાસ-વધુ ગોલ્ડમેડલ જીતવાની ભૂખ જગાડી અને ત્યાર પછી અપૂર્વીએ અનેક ટૂર્નામેન્ટ જીતી છે. અપૂર્વી ચંદેલાની વાત અત્યારે કરવાનું કારણ એ છે કે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ આઇએસએસએફ વિશ્ર્વકપ સ્પર્ધામાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ચાઇનાના પ્રતિસ્પર્ધીને મ્હાત આપી અપૂર્વીએ ગોલ્ડમેડલ હાંસિલ કર્યો છે. એટલું જ નહીં આ ગોલ્ડમેડલ સાથે 252.9 અંક મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા 2020ની ટોકિયો ઓલિમ્પિક માટે પણ પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું છે.
4 જાન્યુઆરી 1993માં જન્મેલ અપૂર્વી ચંદેલાએ 16 વર્ષની ઉંમરેથી જ શૂટિંગ સ્પર્ધામાં આગળ વધવાનું સ્વપ્ન જોયું. સતત પાંચ વર્ષ સુધી મહેનત-એકાગ્રતાથી પ્રેકટીસ અને અર્જુનની જેમ પોતાના ગોલ પ્રત્યે મકકમ રહીને આગળ વધ્યા આ મહેનત રંગ લાવી અને દરેક પ્રતિયોગિતામાં મેડલ જીતી પોતાની અલગ ઓળખ બનાવી પોતાની સફળતામાં માતા-પિતાનું યોગદાન મહત્ત્વનું ગણાવ્યું હતું. અપૂર્વીના માતા ટ્રાવેલિંગમાં સતત સાથે રહે છે તો પિતા કુલદીપ ચંદેલા તેને દરેક સવલત પૂરી પાડે છે. અપૂર્વીનું હવે પછીનું સ્વપ્ન 2020ની ઓલિમ્પિક જીતવાનું છે. ઓલ ધ બેસ્ટ અપૂર્વી...