વિવિધ બોર્ડ વિશે જાણી માતા-પિતા યોગ્ય નિર્ણય લેMay 04, 2019

સ્કૂલ તથા તેને લગતા ભણતરના બોર્ડ
કોઇપણ રાજયમાં સ્કૂલને પોતાની માન્યતા મેળવવા માટે રાજય સરકાર પાસેથી અનુમતી પ્રાપ્ત કરવાની રહેતી હોય છે.
ત્યારબાદ સ્કૂલ પોતાના પસંદગીનાં બોર્ડ સાથે જોડાણ (અફિલીએશન) કરી અને તેને અનુરૂપ અભ્યાસ ક્રમ ભણાવી શકે છે.
કોઇપણ બોર્ડ પોતાના અભ્યાસક્રમ, ભણતરની પધ્ધતિ તથા પરીક્ષા પધ્ધતિ દ્વારા એકબીજાથી અણયદુ પડે છે.
ગુજરાતમાં મુખ્યત્વે
1. ગુજરાત સેક્ધડરી તથા હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ
ર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)
3. કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટીફીકેટ એકઝામીનેશન (સીઆઇએસસીઇ) બોર્ડ
4. ઇન્ટરનેશનલ બોર્ડ
પ. કેમ્બ્રિજ બોર્ડ વગેરે...
સીબીએસઇ
મુખ્ય મુદ્દાઓ :-
 આ બોર્ડનો અભ્યાસક્રમ એન.સી.ઇ.આર.ટી. દ્વારા ઘડવામાં આવે છે. (એન.સી.ઇ.આર.ટી. નેશનલ કાઉન્સીલ એડ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ
 આ બોર્ડે ભારત તથા વિશ્ર્વના 25 જુદા-જુદા દેશોમાં અફીલીએશન આપેલ છે.
 દેશભરની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓનો અભ્યાસક્રમ આ બોર્ડને ખુબ જ અનુરૂપ છે. (જીઇઇ,નીટ.વગેરે...)
વિશેષતાઓ/એડવાન્ટેજ :-
 આ બોર્ડનું મુખ્ય ફોકસ મેથ્સ તથા સાયન્સ પર રહેલું છે.
 ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ છે.
આ બોર્ડને વિષયક અન્ય મટીરીયલ પણ સારા પ્રમાણમાં પ્રેકટીસ માટે મળી રહે છે.
 એન્જીન્યરીંગ તથા મેડીકલ ક્ષેત્રમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓ આ બોર્ડને પસંદ કરી શકે છે. અને ફાયદો મેળવી શકે છે.
ી રાજય સરકાર તથા કેન્દ્ર સરકારના કર્મચારી વર્ગના બાળકો બહોળા પ્રમાણમાં આ બોર્ડમાં અભ્યાસ કરે છે.
ી આઇ.ક્યુ માં વધારો થાય છે.
ી ઓપ્શનલ વિષયના લીધે ધોરણ 10 નું પરીણામ ખુબ જ ઉંચું હોય છે.
ી ભારત દેશમાં વિદ્યાર્થીઓના ધડતરમાં આ બોર્ડનો ખુબ જ મોટો ફાળો છે.
ી વિદ્યાર્થીઓનાં ભણતર માટે ખુબ જ અનુરૂપ અને બેલેન્સડ સીલેબસ પુરો પાડે છે.
 ભારતમાં સૌથી વધારે શાળાઓ (સીબીએસઇ બોર્ડ સાથે જોડાયેલ છે. :
સ્ટેટ બોર્ડ (જીએસએચઇબી)
મુખ્ય મુદ્દાઓ :-
 અભ્યાસક્રમ હળવો અને સહેલો હોય છે.
 આ બોર્ડમાં સ્ટેટ લેન્ગવેજ ભણાવવી ફરજીયાત હોય છે.
 અભ્યાસક્રમ પોતે જ નકકી કરે છે જે રાજયને અનુરૂપ હોય છે.
વિશેષતાઓ/એડવાન્ટેજ :-
 જાણવા માટેનો અભ્યાસક્રમ ખુબજ હળવો હોવાથી વિદ્યાર્થીઓ બીજી પ્રવૃતિઓ પર વધારે ઘ્યાન આપી શકે છે.
 બીજા બોર્ડની તુલનામાં આ બોર્ડની જોડાણ વાળી શાળાની ફી હળવી હોય છે.
 જે વ્યકિતઓ રાજયમાં જ રહેવાના છે તથા ટ્રાન્સફર થવાની નથી તેવા વાલીઓ માટે ખુબ જ અનુકુળ છે.
 ફોર્મસ તથા આર્ટસ ફિલ્ડમાં પોતાની કારકીર્દી બનાવતા વિદ્યાર્થીઓ આ બોર્ડ પસંદ કરી શકે છે.
 સ્પોર્ટસમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ પણ આ બોર્ડ પસંદ કરી શકે છે.
સીઆઇએસસીઇ
મુખ્ય મુદ્દા :-
 આ બોર્ડ ભારતની એંગ્લો ઇન્ડીયન કોમ્યુનિટી દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
 ઘણી બધી કોન્વેન્ટ સ્કૂલમાં આ બોર્ડ સાથે જોડાયેલ છે.
 ઘણાબધા વિષયોને આવરી લેવામાં આવેલ છે.
વિશેષતાઓ/એડવાન્ટેજ :-
 ભાસા અને તેના લીટરેચર પર ખુબ જ ઘ્યાન આપવામાં આવે છે.
 વિષયને ખુબ જ ઉંડાણપુર્વક અને વિસ્તૃત રીતે ભણાવવામાં આવે છે.
 ભણતર કરવાના ભાગરૂપે પ્રેકટીકલ અને એનાલીટીકલ પઘ્ધતીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
 કિ નું ધોરણ ખુબ ઉંચુ રહે છે.
લીટરેચર તથા સાન્યસમાં વૈજ્ઞાનિક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આ પસંદ કરી શકે છે.
આઇબી
મુખ્ય મુદ્દા :-
 આ બોર્ડનું હેડ કવાર્ટર જીનીવા શહેર સ્લીઝરલેન્ડમાં છે.
 દુનીયામાં સાડા ત્રણ હજારથી વધારે સ્કુલ આની સાથે જોડાયેલી છે.
 દુનીયામાં લગભગ બધા જ દેશમાં આ બોર્ડની સાથે એફીલીએટેડ સંસ્થાઓ આવેલ છે.
વિશેષતાઓ/એડવાન્ટેજ :-
 વિશ્ર્વની કોઇપણ યુનિવર્સીટીમાં એડમીશન મેળવવું ખુબ જ સરળ રહે છે.
 વિદેશમાં પોતાનું ઘડતર અને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ આ બોર્ડમાં એડમીશન લે છે.
 યુરોપમાં એડમીશન લેવામાં વિશેષ સગવડતા મળે છે.
 અભ્યાસક્રમ મુખ્યત્વે એપ્લીકેશન બેઇઝ રહેલો છે. તથા પ્રાયોગીક જ્ઞાન આપવામાં ખુબ જ પ્રાધાન્ય આપે છે.
 નવી ટેકનોલોજીની દીશામાં આગળ વધતા વિદ્યાર્થીઓ આ બોર્ડને પસંદ કરી શકે છે.
કેમ્બ્રિજ બોર્ડ
મુખ્ય મુદ્દાઓ :-
 આ પણ વિશ્ર્વવ્યાપી નેટવર્ક ધરાવતું બોર્ડ છે.
 આપણા દેશમાં ખુબ ઓછી સંખ્યામાં આ બોર્ડ આવેલ છે.
 મેટ્રોસીટીનાં મુખ્યત્વે હોય છે.
વિશેષતાઓ/એડવાન્ટેજ :-
 આ બોર્ડ અંગ્રેજી વિષય પર ખુબ જ ઘ્યાન આપે છે.
 દરેક વિષયો આજની ખુબ જ એડવાન્સ વસ્તુઓને ઘ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે.
 ભણવા માટેની જુદી-જુદી તથા નવીનતમ પઘ્ધતીઓ અપનાવવા માટે આ બોર્ડ ખુબ જ મહેનત કરે છે અને ખ્યાતનામ પણ છે.
 વિદ્યાર્થીઓ પાસેથી સરળતાથી બધું કામ કઇ રીતે લેવું તેના માટે નવીનતમ ટેકનોલોજીનો અભ્યાસ કરવામાં ઉપયોગ થાઇ છે.
 વિદેશમાં જવા ઇચ્છતા લોકો આ બોર્ડ પસંદ કરી શકે છે.
 ગ્લોબલ મીડીયા ક્ષેત્રે કાર્ય કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આ બોર્ડમાં પસંદગી ઉતારી શકે છે.