ધો.12 પછી યોગ્ય માર્ગ પસંદ કરી જીવનની કારકિર્દી માટે આગળ વધોMay 04, 2019

ધો.12 માં પોતાની પસંદગીના પ્રવાહમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવી ઝળહળતી સફળતા મેળવો એ ગ્રુપ બાદ ક્યા કોર્સ કરી શકાય
આ જુથમાં ધો. 12 પાસ કરનારને માટે સામાન્ય રીતે ઇજનેરી ડિગ્રીનો અભ્યાસક્રમ પ્રાપ્ત થતો હોય છે. જેમાં મુખ્યત્વે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, કેમિકલ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, એરોનોટિકલ, પ્રોડક્શન, બાયોટેક્નોલોજી, બાયોમેડિકલ, આર્કિટેક્ટ, એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ, મેકાટ્રોનિકસ (મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો સમન્વય કરતો અભ્યાસક્રમ), પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ ટેક્નોલોજી જેવા અભ્યાસક્રમો અને ઇન્ટિરિયર ડિઝાઈનિંગ સહિત ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમો મળી શકે તો બી.એસસી.ના ગણિતના વિષય સાથેના અભ્યાસક્રમો, ફાર્મસી, એમ.એસસી. આઈટી, એમએસસી બાયોટેક્નોલોજી વગેરે અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. બી ગ્રુપ બાદ ક્યા કોર્સ કરી શકાય
આ ગ્રુપમાં સૌથી વધુ ડિમાંડ તબીબી ક્ષેત્ર (એમબીબીએસ)ના કોર્સની હોય છે. તેટલો જ મહત્ત્વનો કોર્સ દાંતના ડોક્ટર (બીડીએસ) બનવાનો છે. તો અન્ય જાણીતા કોર્સ હોમિયોપેથી (બીએચએમએસ) અને આયુર્વેદિક ડોક્ટર (બીએએમએસ) અને નર્સિંગ માટે (બેચલર ઇન નર્સિંગ), ફિઝિયોથેરાપી, ફાર્મસી (બેચલર ઇન ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી) આંખના ડોક્ટરના સહાયક બનવા માટે (બેચલર ઇન ઓપ્થેલમોલોજી), પશુ ચિકિત્સક બનવા માટે (વેટરિનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી), ડેરી ટેક્નોલોજિસ્ટ, બી.એસસી.(એગ્રિકલ્ચર), હોમ સાયન્સ, મત્સ્ય ઉછેરને લગતો કોર્સ (હોર્ટિકલ્ચર), જંગલ વિભાગ માટે (ફોરેસ્ટ્રી), માઈક્રો બાયોલોજી, બાયો ટેક્નોલોજી, પ્રાણીશાસ્ત્ર (ઝૂઓલોજી), વનસ્પતિશાસ્ત્ર (બોટની)ના દરવાજા ખખડાવી શકાય છે. અમુક વિદ્યાર્થી એ બી ગ્રુપ પણ સિલેકટ કરે છે અને ધો.12 પછી ફિલ્ડ નક્કી કરે છે
વિજ્ઞાન પ્રવાહ બાદ ચાર્ટર્ડ એકાઉટન્ટ (સીએ), કોસ્ટ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએનો ઇન્ટિગ્રેટેડ કોર્સ, પાંચ વર્ષનો કાનૂની (એલએલ.બી.)નો અભ્યાસક્રમ પણ કરી શકાય છે. વળી, તબીબી ક્ષેત્રે મદદનીશ તરીકે કાર્ય કરી શકાય તેવા ટૂંકા ગાળાના કોર્સ પણ કરી શકાય છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.9મી મે ના રોજ જાહેર થશે એ પહેલા દરેક વિદ્યાર્થીઓએ કયા ક્ષેત્રમાં જવું એ નક્કી કરી જ લીધું હશે. એક સમય હતો જ્યારે મેડિકલ અને એન્જિનિયરીંગ બે વિષયમાં જ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવતા પરંતુ આજના સમયમાં કારકિર્દીની અનેક તકો રહેલી છે એ જ રીતે કોમર્સ અને આર્ટસ વિષયમાં પણ કારકિર્દીની વિશાળ તકો છે. ધો.12 કોમર્સ પછી સામાન્ય રીતે ઇ.ભજ્ઞળ, ઇઇઅ, ઇઈઅ, ઈજ, ઈઅ અને ઈખઅ, હોટેલ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ કરીને કારકિર્દી બનાવી શકાય છે.
ધો. 12 વિજ્ઞાનની પરીક્ષા સામાન્ય રીતે બે જૂથોમાં પસાર કરાતી હોય છે. ફિઝિકસ અને કેમેસ્ટ્રી બંનેમાં સામાન્ય હોય, પરંતુ એ ગ્રુપમાં મુખ્ય વિષય ગણિત હોય જ્યારે બી ગ્રુપમાં જીવ વિજ્ઞાન (બાયોલોજી) હોય છે.