આજે દિલ્હી-મુંબઇ વચ્ચે રોચક મુકાબલો April 18, 2019

નવી દિલ્હી, તા. 18
વર્લ્ડ કપ માટે રાષ્ટ્રની ટીમમાંથી બાકાત રહેવામાં સર્જાયેલા મોટા વિવાદમાં ચર્ચાનો મુદ્દો બનેલ દિલ્હી કેપિટલ્સની ટીમનો રિષભ પંત પર આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આજે અહીં રમાનારી મેચમાં બધાની નજર હશે.
દિનેશ કાર્તિકની તરફેણમાં ભારતની ટીમના બીજા વિકેટકીપરનું સ્થાન ગુમાવી દીધા પછી 21 વર્ષીય પંત બિલકુલ મુગ્ધ બની ગયો છે અને એ જોવાનું રહે છે કે તે પોતાની નિરાશામાંથી બહાર આવી કેવો દેખાવ કરી શકે છે. પોતપોતાની આઠ મેચમાંથી પ્રત્યક્ષ 10 પોઈન્ટ સાથે બંને ટીમ સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને ત્રણ વેળા ચેમ્પિયન બનેલ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ કાંઈ નવી વાત નથી, પણ કેપિટલ્સની ટીમ 2012થી સેમી-ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી નથી.
પણ, બધાની નજર પંત પર હશે જે વર્લ્ડ કપની ટીમમાં પસંદગી પામવાનું ચૂકી જવા બાદ પોતાની પહેલી મેચમાં રમનાર છે.
અહીં ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડની પિચ ઉપર પણ બધાનું ધ્યાન હશે. સ્લો પિચ બદલ ટીકા થઈ રહી છે. પોન્ટિંગે સ્પર્ધાની શરૂઆતની મેચમાં થયેલા પરાજય બાદ તેને કેપિટલ્સની ટીમ માટેની શક્યપણે સૌથી ખરાબ પિચ તરીકે તેને ગણાવી હતી. મેચની શરૂઆત: રાતે 8 વાગ્યે.