પ્રાયશ્ર્ચિત અને પ્રાર્થનાનો પવિત્ર દિવસ...ગુડ ફ્રાઇ-ડેApril 18, 2019

ગુડ ફ્રાઇ-ડે એ પ્રાયશ્ર્ચિત, માફી અને પ્રાર્થનાનો દિવસ છે. આ દિવસે પ્રભુ ઇશુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા તેથી શ્રધ્ધાળુઓ આ દિવસે ચર્ચમાં જઇને પ્રભુને યાદ કરે છે તેમજ તેમણે તેના દુશ્મન કે જેણે તેમને ક્રોસ પર ચડાવ્યા તેમને પણ માફી આપી હતી તે ગુણને યાદ કરીને તે ગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે
જે ક્રોસ પર પ્રભુ ઇશુને ચડાવવામાં આવ્યા હતા તેના પ્રતિકરૂપે એક લાકડાની પાટ રાખવામાં આવે છે. જેને સ્પર્શી, ચુમી પોતાની લાગણી વ્યકત કરે છે ત્યારબાદ ખ્રિસ્તી સિધ્ધાંતો જેને ફોર ગોસ્પેલ્સ કહેવાય છે તેમાંથી એકનું પઠન કહે છે.
આ દિવસ પવિત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે તેને ગ્રેટ ફ્રાઇ-ડે કે બ્લેક ફ્રાઇ-ડે તરીકે પણ ઓળખે છે ત્યાર પછીના દિવસ ઇસ્ટર સેટર ડે અને ઇસ્ટર સન્ડે કહેવાય છે આમ તો આ સમગ્ર અઠવાડિયાને લોકો પવિત્ર ગણે છે આ દિવસે પ્રભુ ઇશુએ પોતાના ભકતો માટે પોતાના પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનો દાખલો બેસાડયો છે.
ગુડ ફ્રાઇડે પહેલા 40 દિવસ સુધી સંયમ અને વ્રતનું પાલન કરે છ.ે જે સમયગાળાને ‘ચાલીસા’ કહેવાય છે જેમ ઇશુએ ચાલીસ દિવસ સુધી રણમાં કશું ખાધા-પીધા વગર ઇશ્ર્વરને પ્રાર્થના કરી હતી તે યાદ કરીને લોકો ઉપવાસ અને પરેજી રાખીને આ દિવસો પસાર કરે છે.
આમ મુખ્યત્વે પ્રભુ ઇશુના ત્યાગ, બલિદાન, સમર્પણ અને દુશ્મનને પણ માફ કરી દેવાનાં ગુણને યાદ કરવામાં આવે છે