વરસાદમાં પલાળવા યાર્ડમાં માલ ખુલ્લામાં મુકાયોApril 17, 2019

એક મોટો વર્ગ અનાજનાં દાણા માટે તરસે છે, ત્યારે યાર્ડમાં વેપારીઓએ લાખોનાં માલને બચાવવા કોઇ પગલાં ન લીધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ થવાની શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી હતી છતાં પણ રાજકોટ યાર્ડમાં લાખો રૂપિયાનો માલ વેપારીઓ અને વહિવટકર્તાઓએ પલળવા માટે ખુલ્લામાં રાખ્યો હતો. ગઇકાલે બપોરે અંતે માવઠું શરૂ થયુ અને ઘઉં સહિતની જણસીઓનો ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો હતો. આ અંગે જવાબદારોની ફેંકા ફેંકી પણ શરૂ થઇ હતી. વેપારીઓએ કહ્યું કે નવુ યાર્ડ બન્યા બાદ પણ સરકારે હજુ સુધી યાર્ડમાં રોડની વ્યવસ્થા નથી કરી એટલે વેપારી લાચાર છે. ત્યારે આજે જયારે એક મોટો વર્ગ અનાજનાં એક એક દાણા માટે તરસી રહ્યો છે ત્યારે નજીવી કિંમતનાં પ્લાસ્ટિકની વ્યવસ્થા પણ નહી કરીને માલને આ રીતે પલળવા દેવો વ્યવહારૂ છે?