ટોચની બેન્ક SBI ટોપ-10ની યાદીમાંથી બાકાતApril 16, 2019

  • ટોચની બેન્ક SBI ટોપ-10ની યાદીમાંથી બાકાત

ICICIને પાછળ રાખીને HDFC  બેન્ક બની
ભારતની નં-1 બેન્ક
રાજકોટ તા,16
ગ્રાહકોની સર્વિસ, બેલેન્સ સીટ અને અન્ય મહત્વના ધારાધોરણો પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઉણી ઉતરી હોય તેવું સત્ય સામે આવ્યું છે. દેશની ટોપ - 10 બેન્કોની યાદી જાહેર થઈ છે. તેમાં એસબીઆઈનો કયાંય ઉલ્લેખ પણ નથી. આ યાદી ભારતની નહી પણ વિશ્ર્વની પ્રતિષ્ઠિત ફોર્બ્સ દ્રારા જાહેર થઈ છે. અલબત આ યાદી વિશ્ર્વની શ્રેષ્ઠ બેન્કોની યાદી છે જેમા ભારતની 10 બેન્કોનો સમાવેશ થયો છે, જેમાં ટોંચ પર એચડીએસી બેન્ક રહી છે. જ્યારે બીજા નંબર પર આઈસીઆઈસીઆઈ બેન્ક
રહી છે.
ફોર્બ્સે દુનિયાભરની બેસ્ટ બેન્કોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 23 દેશોની બેન્કોને સામેલ કરવામાં
આવી છે.
જેમાં ભારતની પણ 10 બેન્કો છે. ફોર્બ્સ દ્વારા આ લીસ્ટ તૈયાર કરવામાં બેન્કોની સર્વિસ, બેલેન્સ શીટ તથા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ લીસ્ટમાં ટોપ પર, પ્રથમ નંબરે પ્રાઈવેટ સેકટરની બેન્ક એચડીએફસી બેન્કમાં કુલ 88253 કર્મચારી કામ કરે છે. બેન્કોના ગ્રાહકોએ બીજા સ્થાન પર આઈસીઆઈસી બેન્કને રાખી છે. આઈસીઆઈસીઆઈ બેન્કની હેડ ઓફિસ મુંબઈમાં છે અને તેમા 81548 કર્મચારીઓ કામ કરે છે.
આ લીસ્ટમાં ત્રીજા નંબર પર ડીબીએસને રાખવામાં આવી છે. આ બેન્કની હેડઓફિસ સિંગાપુરમાં છે અને તેમાં 24174 કર્મચારીઓ કામ કરે છે. લીસ્ટ મુજબ કોટક મહિન્દ્રા બેન્ક ભારતમાં ચોથા નંબરની સૌથી બેસ્ટ બેન્ક છે. તેની હેડઓફિસ મુંબઈમાં છે અને આ બેન્કમાં કુલ 35717 કર્મચારીઓ કામ કરે છે.
પાંચમાં નંબર પર આઈડીએફસી બેન્ક છે, આ બેન્કની હેડ ઓફિસ ચેન્નાઈમાં છે. આ બેન્કમાં 9670 કર્મચારી કામ કરે છે. છઠ્ઠા નંબર પર સિન્ડીકેટ બેન્ક છે. તેની હેડઓફિસ કર્ણાટકમાં છે. બેન્કમાં કુલ 34,989 કર્મચારી કામ કરે છે.
સાતમાં નંબર પર સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક આવે છે. આની હેડઓફિસ દિલ્હીમાં છે. બેન્કમાં કુલ 74,897 કર્મચારી કામ કરે છે. ચેકમાં નંબર પર અલાહાબાદ બેન્ક આવે છે. બેન્કમાં કુલ 23967 કર્મચારી કામ કરે છે. નવમાં નંબર પર વિજયા બેન્કો નંબર આવે છે. હાલમાં આ બેન્ક પાસે 16,079 કર્મચારી છે. 10માં નંબર પર પ્રાઈવેટ સેકટર બેન્ક એક્સિસ બેન્કને રાખવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે ટોપ - 10 બેન્કોના લિસ્ટમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ બહાર છે. એસબીઆઈને 11મો નંબર મળ્યો છે. આ રિપોર્ટ ગ્રાહકો તરફથી આપવામાં આવેલી જાણકારી પણ તૈયાર
કરવામાં છે.