દીકરીના જન્મને પરિવારે મનાવ્યો ‘લક્ષ્મીપૂજા’ અવસરApril 16, 2019

 મોરબીના રામાનુજ પરિવારે અનોખી રીતે ઉજવ્યો દિકરી જન્મનો ઉત્સવ
રાજકોટ તા,16
સામાજિક નવચેતના અને સરકારી પ્રયાસો છતાં સમાજમા દિકરીઓને આજે પણ દિકરા જેટલુ સ્થાન નથી મળતું ત્યારે મોરબીમાં દીકરીના જન્મને પરિવારે ઉત્સવની જેમ ઉજવી સમાજને નવી રાહ ચીંધી છે. રામાનુજ પરિવારે દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનીને જન્મતાની સાથે જ લક્ષ્મી (ચલણી નોટો) પર સુવડાવી સ્વાગત કર્યું હતું.
ભારત દેશ માં દિવસેને દિવસે છોકરાની સાપેક્ષતાએ છોકરીયુંનું પ્રમાણ ઘટતું જાય છે. પહેલાના જમાનામાં છોકરીઓને દૂધ પિતી કરવાનો ‘કુ’ રિવાજ હતો આજે એકવીસમી સદીના આધુનિક યુગ માં દીકરીના જન્મ પહેલાં જ અબોર્સંન કરાવી નાખવામાં આવે છે દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આમ છતાં દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે.
વચ્ચે થોડો સમય એવો પણ હતો કે દીકરાની લાલસમાં દીકરીને માતાની કૂખમાં મારવામાં આવે છે પણ હાલમાં દીકરીને પરિવાર વધાવી રહ્યા છે પોતાના પરિવારમાં લક્ષ્મીના આગમનને સમજી રહ્યા છે. મોરબી નજીકના જાંબુડિયા ગામના રહેવાસી હરેશ ભાઈ રામાનુજ (પિતા) તેમજ ડિમ્પલ બેન (માતા) જેને ઘરે દીકરીનો જન્મ થતાંની સાથે. જ પચાસની નોટથી લઇ બે હજાર સુધીની નોટોના ઢગલા પર સુવડાવી ને ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું જેને હરેશ ભાઈ અને ડિમ્પલ બેનના જણાવ્યા મુજબ તે દીકરીનો જન્મ થતાં ખૂબ જ ખુશ થયા હતા માટે અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.