નર્મદાનાં પાણીમાં અધધ 25564 ટીડીએસApril 16, 2019

રાજકોટ તા,16
મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ગુજરાતમાં ગરૃડેશ્વરથી દહેજ સુધી 161 કિ.મી.ના વિસ્તારને આદિકાળથી નવપલ્લવિત કરતી, નવજીવન આપતી લાખો મનુષ્યો, પશુ, પંખીઓ, જીવજંતુઓ અને પર્યાવરણ માટે જીવાદોરી સમાન નર્મદાનદીનું અસ્તિત્વ લગભગ ખતમ થવાની સ્થિતિમાં છે. બારેમાસ વહેતી નદીનો પટ રણમાં ફેરવાઇ ગયો છે. જે નદીનું પાણી અમૃત હતુ તે નદીનું પાણી તંત્રના પાપે ઝેર બન્યુ છે. પર્યાવરણ અંગે ચિંતીત કેટલીક સંસ્થાઓએ તા. 6 એપ્રિલ શનિવારે નાંદ ગામથી ભાડભૂત સુધીના નર્મદાના 60 કિ.મી.ના વિસ્તારમાં પાણીના સેમ્પલ લીધા હતા અને તેનું લેબ ટેસ્ટિંગ કરતા આંચકાજનક પરિણામો આવ્યા છે.
પાણીમાં ટીડીએસ (ટોટલ ડિઝોલ્વડ સોલિડ)નું પ્રમાણ પ્રતિ લીટર 500 મિલીગ્રામથી વધુ હોય તો તે પ્રદૂષિત ગણાય છે. હવે જાણીને આંચકો લાગશે કે નર્મદામાં ટીડીએસનું પ્રમાણ 25,564 ટીડીએસ પ્રતિ લીટર મળ્યુ છે. આ ઉપરાંત કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ડિઝોલ્વડ ઓક્સિજનના પ્રમાણ પણ ખૂબ ઊંચા પ્રમાણમાં મળી આવ્યા છે.
આજે ઝાડેશ્વર, નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પત્રકાર પરિષદમાં નર્મદા નદીની અવદશાને લઈ તેને બચાવવા મેદાને પડેલી સંસ્થાઓ પર્યાવરણ સુરક્ષા સમિતિ, સમસ્ત ભરૃચ જિલ્લા માછીમાર સમાજ, નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ, ભરૃચ સિટિઝન કાઉન્સિલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા બ્રેકીસ વોટર્સ રિસર્ચ સેન્ટરના આગેવાનઓએ ગંભીર આક્ષેપ કર્યો હતા કે પસરદાર સરોવર નર્મદા ડેમનું બાંધકામ શરૃ થયુ ત્યારથી આજ સુધી ડેમના કારણે નદી અને પર્યાવરણીય અસરો પર કોઇ વૈજ્ઞાાનિક સર્વે થયો નથી અને આ બાબતની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી છે. ડેમ તો બની ગયો પરંતુ ડેમથી દહેજ સુધીના નીચાણવાળા વિસ્તારમાં વહેતી નર્મદાને વહેતી રાખવા, જીવંત રાખવા સરકારે, નર્મદા તંત્રએ કોઇ વિચાર જ નથી કર્યો. ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે ગરૃડેશ્વર વિયરનું બાધકામ કરાયુ. એટલુ જન હી પણ ડેમમાંથી રોજ કેટલુ પાણી છોડવુ કે જેથી નદી જીવંત રહે તે અંગે પણ હજુ નર્મદા તંત્ર તુક્કા લગાવી રહ્યું છે.આ બધા કારણોથી ગુજરાતમાં ખળખળ વહેતી અમૃત સામન નર્મદાનો 161 કિ.મી.નો વિસ્તાર સુક્કો ભઠ્ઠ થઇ ગયો છે અને અમૃત સમાન પાણી ઝેર સમાન બની ગયુ છે. નર્મદા નદીમાં પાણી ના છોડાતા પાણીનો પ્રવાહ બંધ થઇ જતા ભરતી દરમ્યાન દરિયાના પાણી મોટાપાયે કાંપ લઇ નર્મદા નદીમાં આવે છે. જે પાછા વળતા કાંપ છોડીને જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિના કારણે નદીમાં છ મીટર જેટલા કાંપનું પુરાણ થયું છે. નદીમાં  મીઠા પાણીના સ્થાને દરિયાના ખારા  પાણી હોવાથી આ પંથકના 10,000 માછીમાર પરિવારોએ રોજગારી ગુમાવી છે.       - સમસ્ત ભરૃચ જિલ્લા માછીમાર સમાજ  * નદીમાં તાત્કાલિક ધોરણે રોજ 4000 ક્યુસેક પાણી છોડવું
* નદીમાં તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણી અને ઔદ્યોગિક પ્રદુષણનો નિકાલ બંધ કરવો
* તમામ સંબંધિત અધિકારીઓ, સત્તાધીશો, એજન્સીઓ, અસરગ્રસ્ત ગ્રામજનો, પર્યાવરણીય સંસ્થાઓ સાથે મળીને નર્મદા નદીને જીવંત કરવાની યોજના બનાવવી
* નદીના પાણીની ગુણવત્તા અને ભૂગર્ભજળને નિયમિત રીતે અભ્યાસ કરવો
* અત્યાર સુધીમાં ખેડૂતો, ગ્રામજનો અને માછીમારી કરતા લોકોને થયેલા તમામ નુકસાનનું વળતર ચુકવવું
* નુકસાનીની ન્યાયિક ગણતરી અને પારદર્શી મૂલ્યાંકન માટે એક સમિતિની રચના કરવી
* ડેમના નિચાણવાળા વિસ્તારમાં નદી જીવંત ન થાય ત્યાં સુધી ડેમ અને નદીની આસપાસ પ્રવાસન વિષયક યોજનાઓના કામ અટકાવી દેવા તેમજ નવી કોઇ યોજનાઓ જાહેર કરવી નહી. વ