આ વેકેશનમાં બાળકોને સંબંધોનું નવું ગણિત શીખવીએApril 16, 2019

રિવા અને રાકેશ બંને કઝિન હતા બે દાયકા બાદ એક લગ્ન પ્રસંગે મળવાનું થયું બંને પોતાના બાળપણની મધુરી યાદ વાગોળતા હતા અને અત્યારે પોતાના બાળકો શું ગુમાવી રહ્યા છે તેની ચર્ચા કરતા હતા ત્યાંજ તેની બીજી કઝીન નેહા આવી અને એ પણ ચર્ચામાં જોડાઇ અંતે ત્રણેયે નક્કી કર્યું કે ફક્ત ચર્ચા કરવાના બદલે જે રીતે આપણે મામા, ફોઈ, માસીના ભાઈ-બહેનો ભેગા થતા હતા એ જ રીતે પોતાના બાળકોને પણ એકબીજા સાથે ઓળખાણ કરાવી અને એ પણ એ જ રીતે બાળપણની મજા કરી શકે તેમનો આ નિર્ણય બાળકો માટે પોઝિટિવ બન્યો અને બાળકોનું વેકેશન ખૂબ યાદગાર બન્યું.
આપણા લોકોની પણ આ જ ફરિયાદ છે જે દૂર કરવા માટે વેકેશનમાં બાળકો ને જુદા જુદા વિષયના ક્લાસીસ કરી એક્સપર્ટ બનાવવાના બદલે સંબંધોની જાળવણી કરતા શીખવીએ. ક્લાસિસ દ્વારા બાળકો જુદા જુદા વિષયમાં નવી વાતો શીખી શકે છે એ વાત સાચી પરંતુ આજે જે વસ્તુ બાળકો ગુમાવી રહ્યા છે તેના માટે થોડું અલગ વિચારવું જરૂરી છે.અત્યારના સમયમાં મોટાભાગે દરેકને એક કે બે બાળક હોય છે અને તેથી માતા-પિતા પણ અસુરક્ષિતતાની ભાવના મહેસૂસ કરતા હોય છે તેથી આ વેકેશનમાં ક્લાસીસ કરાવવાનો મોહ છોડી મામા, ફઈ કે પછી કઝિનના બાળકો સાથે વેકેશનનો ટાઈમ ફાળવો તો બાળકોને ચેન્જ સાથે નવો અનુભવ મળશે.
વિદેશની જેમ અંકલ, આંટી કહેવા કરતા કઇ રીતે એ સંબંધ છે એ પણ કહો.મામા,ફોઇ,માસી,દાદી,કાકા ભાઈજી વગેરે સંબંધોથી અવગત કરાવો.
આ ઉપરાંત માતા-પિતા પણ પોતાની રોજિંદી ઘટમાળમાંથી બાળકો માટે
સમય કાઢે અને ક્વોલિટી ટાઈમ બાળકોને આપે તે જરૂરી છે.પોતાના જુના દિવસોની વાતોમાંથી પણ બાળકને શીખવા મળશે. કેટલીક એવી વાતો જે બાળકોના જીવન ઘડતરમાં ઉપયોગી નીવડશે.
ફક્ત ટીવી અને મોબાઈલથી અલગ દુનિયા
છે તેનો વેકેશનમાં એક બીજાના ઘરે જવાથી બાળકો
માતાપિતાથી દૂર સ્વતંત્રતાપૂર્વક રહેતા શીખશે, પોતાનું કામ જાતે કરવાથી લઇ બીજાની પસંદ
નાપસંદ જાણી એડજેસ્ટ કરતા પણ શીખશે


પણ બાળકને અહેસાસ કરાવવો જરૂરી છે.