વર્લ્ડ કપ: 16 જૂને ભારત-પાક. જંગApril 16, 2019

મુંબઇ તા. 16
આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. ગઇકાલે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ઉપરાંત વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ પણ સામે આવ્યું છે. જે અંતર્ગત 16 જુને ભારત-પાક.નો જંગ ખેલાશે. મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સાઉથ અફ્રિકા સાથે 5મી જૂનના રોજ સાઉથેમ્પ્ટન મેદાન પર થશે. જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે જે 9મી જૂને ઓવલ ખાતે થશે. ઉપરાંત ટીમ ઈન્ડિયાનો ત્રીજો મુકાબલો ટ્રેંટ બ્રિજ ખાતે 13મી જૂને થશે. આ સાથે વર્લ્ડ કપના મહાકુંભમાં ભારતીય ટીમના કુલ 9 મુકાબલા થવાના છે. ભારતની મેચ ક્યારે?
હ 5 જૂને, સાઉથ આફ્રિકા સામે
હ 9 જૂને, ઑસ્ટ્રેલિયા સામે
હ 13 જૂને, ન્યૂ ઝીલેન્ડ સામે
હ 16 જૂને, પાકિસ્તાન સામે
હ 22 જૂને, અફઘાનિસ્તાન સામે
હ 27 જૂને, વેસ્ટ ઇન્ડિઝ સામે
હ 30 જૂને, ઇંગ્લેન્ડ સામે
હ 2 જુલાઈએ, બંગલાદેશ સામે
હ 6 જુલાઈએ, શ્રીલંકા સામે